મને લાગ્યુ કે ચહલ અને હું બન્ને જ દાયકાના આઇસીસી ટિકટૉક ક્રિકેટર બનીશું: વોર્નર

  • ડેવિડ વોર્નરે કરી મજાક, ખુદને ગણાવ્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ આઇસીસી ટિકટૉક ક્રિકેટર

 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાજેતરમાં જ પોતાના દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સનુ લિસ્ટ જાહેર કર્યુ છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે પોતાના આગવા અંદાજમા આના પર આઇસીસીની મજાક કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા ડેવિડ વોર્નરે ખુદને દાયકાનો સર્વશ્રેષ્ઠ આઇસીસી ટિકટૉક ક્રિકેટર ગણાવ્યો છે. ડેવિડ વોર્નર જોકે આ દરમિયાન ચહલને પણ યાદ કરવાનુ નથી ભૂલ્યો, વોર્નર લખ્યું- મને લાગ્યુ કે ચહલ અને હું બન્ને જ દાયકાના આઇસીસી ટિકટૉક ક્રિકેટર બનીશું.

લૉકડાઉન દરમિયાન વોર્નર અને ચહલ બન્ને પોતાના ટિકટૉક વીડિયોના કારણે ચર્ચામાં રહૃાાં છે. ડેવિડ વોર્નરના સાઉથ ઇન્ડિયન ગીતો પર કરેલા ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. ઠીક આ જ રીતે ચહલ પણ પોતાના ડાન્સ વીડિયોના કારણે લૉકડાઉન દરમિયાન ખુબ ચર્ચામાં રહૃાો હતો. આ બન્ને ખેલાડીઓ ઉપરાંત દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પણ લૉકડાઉન દરમિયાન ટિકટૉક પર પોતાના વીડિયો બનાવી રહૃાો હતો, અય્યર અને ચહલ બન્નેને ઘણીવાર ટિકટૉક વીડિયોના કારણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ દ્વારા ટ્રૉલ પણ કરવામાં આવી રહૃાાં હતા.