મને સલમાનના કારણે નહિ પણ મારા કામના કારણે ફિલ્મો મળી: ઝરીનખાન

ઝરીન ખાને ફિલ્મ વીરથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હાલમાં જ એક ઈંટરવ્યુ દરમિયાન ઝરીને પોતાની કારકિર્દીના શરૂઆતી દિવસોને યાદ કરીને પોતાનો અનુભવ શેર કર્યો હતો. ઝરીને કહૃાું કે શરૂઆત મારા માટે ખુબ મુશ્કેલીભરી હતી. જ્યારે વીરને સારી સફળતા ન મળી ત્યારે લોકોએ તેના માટે મને જવાબદાર ઠેરવી હતી. તે સમયે હું આ ઈંડસ્ટ્રીમાં નવી હતી અને પરફેક્ટ નહોતી. મને કોઈએ ન સમજી. હું લોકો માટે એક ટાર્ગેટ બની ગઈ હતી. તે ફિલ્મ પછી મને કામ મળવુ ખુબ મુશ્કેલ થઈ ગયું હતું.
ઝરીને આગળ સલમાન ખાન વિશે વાત કરતા જણાવ્યું હતું કે સલમાન ખાને મારી જિંદગી બદલી દીધી હતી. પરંતુ લોકો વિચારે છે કે તેના કારણે જ મને કામ મળી રહૃાું છે. પરંતુ આ વાત ખોટી છે. તેણે મને બસ આ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એન્ટ્રી કરાવી છે. તેના પછી મને મારા કામના કારણે ફિલ્મો મળી છે. હું હંમેશા સલમાન માટે બોઝ ન બની શકું. જ્યા સુધી બધુ બરાબર ચાલતુ ન હતું તો તેણે મારા પર બીજી વાર વિશ્વાસ કર્યો અને ‘કેરેક્ટર ઢીલામાં મને લીધી. ઝરીને એ પણ કહૃાું છે કે મારા ઘરમાં કમાવા વાળી હું એક માત્ર છું.
એવામાં હવે ચાર મહિનાથી કામ નથી થઈ રહૃાું તો મને તકલીફ પડી રહી છે. ઝરીને કહૃાું કે મારા બાપ દાદાની પાસે એટલું સેંવિગ હતું નહીં કે બેસીને જીવન નીકળી. એટલા માટે મારે કામ કરવું પડે છે અને હવે મારી બધી સેંવિગ પણ પૂરી થઈ ગઈ છે. એટલા માટે મારે જલદીથી કામ મળે તેની રાહ છે. ઝરીને સુશાંતસિંહ રાજપૂતની સીબીઆઈ તપાસ ઉપર પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે સારૂ છે કે હવે જલદીથી લોકોને સત્ય જાણવા મળશે અને સુશાંતને ન્યાય મળશે.