મનોરોગી દિકરીને સાજી કરી સાસરે વળાવતા કુંડલાનાં પુ. ભક્તિરામબાપુ

  • કોરોનાના કહેરમાં માનવતાની અખંડ મીઠી વિરડી
  • બિમાર દિકરીને આસરો આપી સાજી કરી રંગે ચંગે પરણાવી સંસ્થા તેની માવતર બની

સાવરકુંડલા,
સાવરકુંડલા થી 5 કિલોમીટર હાથસણી રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે આ માનવ મંદિર આશ્રમ માં નિરાધાર રખડતા ભટકતા મનોરોગી મહિલાઓને વિનામૂલ્યે દાખલ કરી સારવાર આપવામાં આવે છે જોકે મોટા ભાગની રોડ પર રખડતી ભટકતી પાગલ મહિલાઓને પોલીસ મૂકી જાય છે આ માનવ મંદિરમાં ગુજરાત સહિત અનેક રાજ્યોની 55 જેટલી મહિલાઓ સારવાર લઈ રહી છે.આ તમામ મહિલાઓને એક એક રૂમમાં એક નજર રાખવામાં આવે છે અને અમરેલીના ખ્યાતનામ મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી ની નિશુલ્ક સારવાર નીચે બપોરે જમ્યા બાદ અને સાંજે જમ્યા બાદ દવા પણ આપવામાં આવે છે આ ઉપરાંત સવારે અને સાંજે 4:00 ચસ બે ટાઇમ નાસ્તો પણ આપવામાં આવે છે અત્યાર સુધીમાં 82 જેટલી મનોરોગી મહિલાઓ સાજી છે પોતાના પરિવારમાં અને સમાજમાં પુન સ્થાપિત થઈ છે.અને અત્યાર સુધીમાં પાંચ દીકરીઓના લગ્ન પણ કરાવવામાં આવ્યા છે આજે છઠ્ઠી દીકરીના લગ્ન કરવામાં આવ્યા રેખા ઢાપા નામની આ મનોરોગી મહિલા આજથી સાત મહિના પહેલા પતિ પાગલ અવસ્થામાં દાખલ કરવામાં આવી હતી અને સાત મહિના બાદ સાજી થતાતેમના પરિવારની સંમતીથી આજે તેમની પરિવારની હાજરીમાં વિધિપૂર્વક ના લગ્ન કરવામાં આવ્યા હતાત્યારે આ લગ્નથી સાજી થઇ ગયેલ મનોરોગી મહિલા રેખાએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને ભક્તિ બાપુએ પણ જે હેતુથી આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે તે હેતુ વધુ છઠ્ઠી વખત પૂર્ણ થતા તેમણે પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી પરંતુ દુ:ખ સાથે એક વાત એવી પણ કરી કે હાલમાં પાંચ જેટલી મનોરોગી મહિલાઓ સાજી થઈ ગઈ છે જે તમામને જુદાજુદા વિસ્તારમાંથી જુદાજુદા શહેરોમાંથી પોલીસ મુકી ગઈ છે હવે સાજી થતા પોલીસ પણ મદદ નથી કરતી અને જે સાજી થયેલ મહિલાઓ છે તેમના પરિવારનો સંપર્ક કરતાં તેઓ પણ સ્વીકારતા નથી પોતાના પરિવારના સભ્યોને જ્યારે સાજા થતા તેઓ પણ સ્વીકારતા નથી તે પણ ખૂબ જ દુ:ખની વાત કહેવાય.