મરાઠી એક્ટર આશુતોષ ભાકરેએ આત્મ હત્યા કરી જીવન ટુંકાવ્યું

મુંબઈ,
બોલિવૂડ એક્ટર સુશાંતિંસહ રાજપૂતના મોતને લઈને હજૂ લોકો દુ:ખમાંથી બહાર નથી આવ્યા ત્યાં ફરી સિનેમા પ્રેમિઓ માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મરાઠી સિનેમા જગતના જાણીતા એક્ટર આશુતોષ ભાકરેએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવી દીધું. તે માત્ર ૩૨ વર્ષની ઉંમરનો હતો. તેમના મોતની જાણકારી મળતા મરાઠી સિનેમા જગત દુ:ખમાં છે. તે મરાઠી અભિનેત્રી મયૂરી દેશમુખના પતિ હતા. મળતી માહિતી મુજબ તેણે મહારાષ્ચ્રના નાંદેડમાં પોતાના ઘરમાં ૨૯ જૂલાઈએ ફાંસી લગાવીની આત્મહત્યા કરી.
ક્યા કારણોના પગલે આવું પગલું ભર્યું તે હજૂ કોઈ માહિતી નથી. એક્ટર આશુતોષ ભાકરેને તેમની ફિલ્મ ભાકર અને ઈતના ઠરલા પક્કા માટે જાણીતા છે. પોલિસ દ્વારા હાલમાં તો આ મામલામાં આકસ્મિક મોતનો રિપોર્ટ દાખલ કર્યો છે. પોલિસે આશુતોષના પિતાનું નિવેદન દાખલ કર્યું છે. અને જે કંઈપણ થયું તેના માટે તેણે કોઈને દોષિ નહીં ઠેરવ્યા. પોલિસે જણાવ્યું કે હાલ તો ઘરના અન્ય સભ્યો સાથે વાતચીત નથી થઈ શકતી. કારણ કે હાલ તેઓ દુ:ખમાં છે.
આશુતોષે ૨૦૧૬ માં અભિનેત્રી મયૂરી દેશમુખની સાથે લગ્ન કર્યા હતા. હાલમાં લોકડાઉનના કારણે બંને નાંદેડમાં આવેલા પોતાના ઘર પર જ રહેતા હતા. આશુતોષ અને મયૂરીના નજીકના લોકોએ કહૃાું છે કે તેમની વચ્ચે કોઈ મતભેદ નહોતો. જેના પગલે આશુતોષે આત્મહત્યા શા માટે કરી તે એક રહસ્ય બની ગયું છે. આશુતોષના મોતથી તેના સાથી કલાકારો દુ:ખમાં છે. તેમના ચાહકોને હજૂ પણ નથી લાગી રહૃાું કે આશુતોષ હવે તેમની વચ્ચે નથી. તેમના અવસાન બાદ મરાઠી ઈંડસ્ટ્રીઝમાં શોકની લાગણી ફેલાઈ છે. આશુતોષ પોતાના પાછળ પત્ની મયૂરી દેશમુખ, માતા-પિતા અને એક ભાઈને છોડી ગયા છે.