મર્સ્ક ઉજવે છે ભારતમાં સફળતાનાં 30 વર્ષ

  • ભારતનાં પંદર પોર્ટ અને 25 સેલ્સ ઓફીસો અને 70 જેટલા આઇડેન્ટ પોર્ટ ઉપરથી કાર્ગો સેવા

અમરેલી,
ગત ઓગષ્ટ 1990માં ભારત ખાતે મર્સ્ક કંપનીએ મુંબઇ પોર્ટ અને દુબઇ પોર્ટ વચ્ચે સેવાની શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે પ્રગતી હાંસલ કરી છે. સર્વિસ દરમિયાન મર્સ્ક દ્વારા 436ની કેપેસીટી વાળા યુનિટો ઇન્ડીયન માર્કેટમાં કાર્યરત કર્યા છે.
અને મર્સ્ક કંપનીએ પોતાનાં નેટવર્કનાં 30 વર્ષ પુરા કર્યા છે. આ સતત વૃધ્ધી નિમિતે દેશમાં 2.6 મિલિયન ટીઇયુ એક વર્ષમાં કરેલ છે. ભારતનાં પંદર પોર્ટ અને 25 સેલ્સ ઓફીસો અને 70 જેટલા આઇડેન્ટ પોર્ટ ઉપરથી કાર્ગો સેવા આપવામાં આવે છે. આ અંગે મર્સ્કનાં એ.પી.મોલ્લરએ જણાવ્યું કે, 2004માં એપીએમ ટર્મીનલ મુંબઇ ગેટવે ઓફ ટર્મીનલ ઇન્ડીયા તરીકે સ્થાન જમાવ્યું છે અને ન્હાવા સેવા પોર્ટમાં નવી મુંબઇ અને ગુજરાતનાં પીપાવાવમાં કંટ્રોલીંગ સાથે 2005માં જરૂરિયત ઉભી થતાં બે ટર્મીનલ શરૂ કર્યા અને છેલ્લા વર્ષોમાં દેશમાં બે મિલિયન ઉપરાંતનું વાર્ષિક ટર્નઓવર સાથે 2018 અને 19માં સતત રોકાણ વિકાસનું માળખુ ઉભુ કર્યુ છે.
મર્સ્ક દ્વારા લોજીસ્ટીક ભારતનું ડીજીટેલાઇઝેશન લોજીસ્ટીક ઉભુ કર્યુ છે અને કોવિડ 19 દરમિયાન દેશમાં લોકડાઉન વખતે નોનસ્ટોપ સેવાઓ આઇલેન્ડ સુધી આપી છે. અંદાજીત 17 હજાર જેટલા ભારતીય કર્મચારીઓ માટે ભારતમાં રોજગારીની તકો સાથે નવી તકો પણ ભવિષ્યમાં ઉભી થનાર છે. તેમ જણાવ્યું છે.