- આ મ્યુટેશનને દુનિયામાં D614Gના નામથી ઓળખાય છે
કુઆલાલામ્પુર,
મલેશિયામાં રિસર્ચકર્તાઓને એવો કોરોના જોવા મળ્યો કે જે સામાન્ય કરતાં ૧૦ ગણો વધુ સંક્રમક છે. કોરોના વાયરસના આ મ્યુટેશનને દુનિયામાં D614Gના નામથી ઓળખાય છે. કહેવાય છે કે આવા મામલાની શરૂઆત એક મલેશિયન રેસ્ટોરાંના માલિક તાજેતરમાં જ ભારતથી પાછા આવ્યા બાદ ૧૪ દિવસના જરૂરી ક્વારેન્ટાઇન સમય તોડતા શરૂ થયું છે.
આરોપી વ્યક્તિને ક્વારેન્ટાઇનના નિયમને તોડવા માટે ૫ મહિનાની સજા અને દૃંડ ફટાકાર્યો છે. આવો જ કિસ્સો ફિલિપાઇન્સથી પાછા આવેલા એક ગ્રૂપમાં પણ જોવા મળ્યો છે. જ્યાં ૪૫ લોકોમાંથી ૩ની અંદૃર આ પ્રકારનો કોરોના જોવા મળ્યો છે. અમેરિકાના ટોચના સ્વાસ્થય સલાહકાર ડૉ.ફૌસી એ કહૃાું કે આ મ્યુટેશનથી કોરોના વાયરસનો પ્રસાર વધુ ઝડપથી થઇ શકે છે.
મલેશિયન સ્વાસ્થ્ય વિભાગના ડાયરેકટર જનરલ નૂર હિશામ અબ્દૃુલ્લાએ કહૃાું કે કોરોના વાયરસના નવા મ્યુટેશનનું ગંભીર પરિણામ જોવા મળી શકે છે. તેના લાધઈ અત્યાર સુધી વેક્સીન બનાવામાં અને મ્યુટેશનને રોકવા માટે વિકસિત કરાયેલી ટેકનોલોજી પણ ફેલ થઇ શકે છે.
કોરોના વાયરસમાં થનાર આ મ્યુટેશન અમેરિકા અને યુરોપના દેશોમાં પણ તેજીથી ફેલાઇ રહૃાો છે. તો વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને કહૃાું કે હજુ સુધી તેનું કોઇ પ્રમાણ મળ્યું નથી કે કોરોના વાયરસના મ્યુટેશનથી વ્યક્તિઓને વધુ ગંભીર બીમારીઓ થઇ રહી છે. સેલ પ્રેસમાં પ્રકાશિત એક રિસર્ચ પેપેરમાં કહૃાું છે કે વર્તમાનમાં વિકસિત કરાઇ રહેલ વેક્સીનના પ્રભાવ પર મ્યુટેશનની મોટી અસર થવાની સંભાવના નથી.
મલેશિયન સ્વાસ્થ્ય વિભાગના ડૉયરેકટર જનરલે કહૃાું કે લોકોને સાવધાન રહેવાની અને વધુ સાવધાની વર્તવાની જરૂર છે. કોરોનાનો આ નવો ટાઇપ હવે મલેશિયામાં આવી ગયો છે. લોકોને સહયોગની ખૂબ આવશ્યકતા છે જેથી કરીને અમે કોઇપણ મ્યુટેશનથી સંક્રમણની કડીને તોડી શકે.