મહત્વની રાજધાનીઓમાં તપાસનો ધમધમાટ જોવા મળે

તા. 30.૭.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ શ્રાવણ સુદ બીજ, આશ્લેષા  નક્ષત્ર, વ્યતિપાત  યોગ, બાલવ    કરણ આજે બપોરે ૧૨.૧૩ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ) .

મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ)            : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) :  વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત)  વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

પવિત્ર શ્રાવણ માસ શરુ થઇ ચુક્યો છે. આજરોજ શ્રાવણ સુદ બીજ છે આવતીકાલે રવિવારે મધુશ્રવા ત્રીજ છે અને બુધ મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. બુધ મહારાજ રાજા સૂર્યની આગળ સિંહમાં પ્રવેશ કરશે સિંહ એ સિંહાસનની રાશિ છે રાજની રાશિ છે જ્યાં સૂર્ય મહારાજ ૧૭ ઓગસ્ટના પ્રવેશ કરશે સિંહ એ સૂર્યની પોતાની રાશિ છે રાજા સૂર્ય પોતાની રાશિમાં આવે તે પહેલા રાજધાનીમાં બુધ મહારાજ એટલે કે પ્રધાન પોતે દરેક બાબતની તાપસ કરશે માટે આ સમયમાં વિશ્વની જે મહત્વની રાજધાનીઓ હોય ત્યાં તપાસનો ધમધમાટ અને ચેકીંગ જોવા મળે. બુદ્ધના સિંહમાં આવવાથી સરકાર નવી વ્યાપાર નીતિ અને આયાત નિકાસ વિષે વિચારે અને દેશના અર્થતતંત્રને દોડતું કરવા માટે મહત્વના પગલાં લેવામાં આવે આ દરમિયાન બેંકમાં અને ટેક્સ બાબતે પણ ખાસ્સો વિચાર કરવામાં આવશે. વળી બેંકો અને સરકારી એકમો સુર્ખીઓમાં રહેશે. મંગળ રાહુ યુતિ મેષ રાશિમાં થઇ રહી છે જે કોઈ પણ પ્રોજેક્ટ માં શરૂઆતમાં જ અંતરાયનું સૂચન કરે છે વળી મકરમાં વક્રી ચાલી રહેલા શનિ મહારાજ આજીવિકા બાબતે પ્રશ્નો  ખડા કરનાર બને છે.