મહાત્મા મુળદાસજીના અમરેલીમાં નવનાથ અને સંતો મહંતોના પુણ્ય પ્રતાપે ઉની આંચ પણ ન આવી

અમરેલી,વિશ્ર્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમરેલીના સદનસીબ છે કે ઉની આંચ પણ નથી આવી. એટલુ જ નહી કોરોનાના કહેર વચ્ચે માનવતા પણ મહેકી ઉઠી છે. ચલાલાનાં શ્રી દાનબાપુ, ફતેપુરનાં શ્રી ભોજાબાપા અને અમરેલીનાં મહાત્મા મુળદાસજીના આશિર્વાદથી અમરેલી શહેરમાં નાગનાથ, વૈજનાથ સહિત નવ નાથના બેસણા છે. અહીં નાગનાથ મહાદેવ અને વૈજનાથ મહાદેવની અનેક ઐતિહાસીક વાયકાઓ આજે પણ અપરંપાર છે. સદનસીબે અમરેલીના જાંબાજ અધિકારીઓ કલેકટરશ્રી આયુષ કુમાર ઓક અને એસપી શ્રી નિર્લિપ્ત રાય તથા સંતોની દયા અને દુવાથી અમરેલીના આબાદ બચાવ થયાનું ઘનશ્યામ રૈયાણીએ જણાવ્યુ છે.