મહાનાયક અમિતાભ બચ્ચને કવિતા શેર કરતા ઉભો થયો વિવાદ

મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પ્રેમથી તો દરેક લોકો વાકેફ છે. બિગ બી ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બ્લોગ પર જે રીતે એક્ટિવ રહે છે એટલું તો કદાચ આજના યુવાનો પણ કદાચ રહેતા હશે.
અમિતાભ તેમની લાઇફથી જોડાયેલી અપડેટ ફેન્સની સાથે શેર કરતા રહે છે. હાલમાં તેમણે એક કવિતા પોસ્ટ કરી જે કઇક આવી છે.
જ્યારે આ કવિતાને લઇને હવે વિવાદ શરૂ થઇ ગયો છે. ખરેખર, ટીશા અગ્રવાલ નામની મહિલાએ દાવો કર્યો છે કે આ કવિતા તેની છે. તેણે બિગ બી ફેસબુક પોસ્ટની નીચે કોમેન્ટ કરી લખ્યું છે કે તેણે આ કવિતાનો શ્રેય આપવામાં આવે. ટીશાએ તેના ફેસબુક પોસ્ટમાં લખ્યું  જ્યારે અમિતાભ બચ્ચન તમારી પોસ્ટની કોપી કરે અને ક્રેડિટ પણ ન આપે. ખુશ થવાનું કે રડવાનુંપ ટીશાનું કહેવું છે કે આ કવિતા ૨૪ એપ્રિલ ૨૦૨૦એ તેણે લખી હતી.
આ કવિતાને તેણે ફેસબુક પર પણ પોસ્ટ કરી હતી. ટીશા ખુદ એક કવિયિત્રી છે અને ખાસ કરીને ફેસબુક પર આ પ્રકારની કવિતાઓ લખ્યા કરે છે. ચાને લઇને ઘણી પોસ્ટ તેના ફેસબુક પર જોવા માટે મળી જશે. જોકે, તેની પર અત્યાર સુધી અમિતાભ બચ્ચને કોઇ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે આ અંગે ટીશાએ પગલાં લેવાની વાત કહી છે. પરંતુ તે આગળ શું કરવાની છે તે અંગે તેણે કોઇ જાણકારી આપી નથી.