મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદી

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીને શ્રદ્ધાંજલિ. અમે તેમની સમૃદ્ધ વિદ્વતા, આપણા રાષ્ટ્ર માટે ઉલ્લેખનીય યોગદાન, સામાજીક ન્યાય અને મહિલા સશક્તિકરણ પર મહાન આદર્શોને યાદ કરીએ છીએ. આ ઉપરાંત વડાપ્રધાને ટ્વીટર પર એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં ડિસેમ્બર ૨૦૨૦માં વડાપ્રધાન મોદીએ મહાન કવિ સુબ્રમણ્યમ ભારતી પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.  ૨૦૧૮ના વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની એક તમિલ કવિતા પણ સંભળાવી હતી. વડાપ્રધાને તેમની કવિતા ’એલારૂમ એલિનેલૈઈ એડુમનલ એરિએઈ’ સંભળાવી હતી. તેનો અર્થ થાય છે કે, ભારત વિશ્ર્વના પ્રત્યેક બંધનમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો દેખાડશે. તમિલનાડુના મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીની ૧૦૦મી પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમના બહુમુખી યોગદાનને યાદ કરીને ટ્વીટ કરી હતી.