મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનની ટેસ્ટ કેપ ૨.૫૧ કરોડમાં વેચાઈ

સર બ્રેડમેને ઓસ્ટ્રેલિયા માટે ૩૦ નવેમ્બર ૧૯૨૮ના રોજ બ્રિસ્બેનમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના લીજેન્ડ બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેન (ડોન બ્રેડમેન)ની ડેબ્યુ ટેસ્ટ કેપની હરાજી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના જ એક બિઝનેસમેને તેમની પહેલી બેગી ગ્રીન કેપ ૩,૪૦,૦૦૦ યુએસ ડોલર (લગભગ ૨.૫૧ કરોડ રૂપિયા)માં એક ઓક્શનમાં ખરીદી છે. સર ડોન બ્રેડમેન ૧૯૨૮માં પોતાની ડેબ્યુ મેચ રમ્યા હતા. આ ક્રિકેટની કોઈપણ યાદગાર વસ્તુ ખરીદવા માટે લગાવવામાં આવેલી બીજી સૌથી મોટી કિંમત છે. ઓસ્ટ્રેલિયાના જ શેન વોર્નની ટેસ્ટ કેપ ૭,૬૦,૦૦૦ યુએસ ડોલર (લગભગ ૫.૬૧ કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. વોર્ને ૨૦૦૬માં ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેન અને રોડ માઈક્રો-ફોન્સના ફાઉન્ડર પીટર ફ્રીડમેને સર ડોન બ્રેડમેનની ડેબ્યુ કેપ ખરીદી છે. ફ્રીડમેને આ જ વર્ષે નિર્વાનાના ફ્રન્ટ મેન કર્ટ કોબેનના ગિટારને ૬.૮ મિલિયન યુએસ ડોલર (લગભગ ૫૦ કરોડ રૂપિયા)માં ખરીદ્યું હતું. ફ્રીડમેને ડેબ્યુ કેપ ખરીદ્યા પછી કહૃાું કે, ’સર બ્રેડમેન મહાન ખેલાડી છે. તે દુનિયાના શ્રેષ્ઠ એથલીટ્સમાંથી એક છે. તે ઓસ્ટ્રેલિયા માટે પણ એક આઈકન છે. હું આ કેપ ખરીદીને બહુ ખુશ છું. ક્રિમિનલ એક્ટિવિટીથી બચાવવા માટે સર ડોન બ્રેડમેનના કેપની હરાજી થઈ હતી.

બ્રેડમેને ૧૯૫૯માં આ કેપ એડિલેડમાં તેના પાડોશી ડનહમને ગિટ કરી હતી. ૨૦૨૦માં ડનહમને ફ્રોડના આરોપ હેઠળ ૮ વર્ષની સજા થઈ હતી. ડનહમ પર ઇન્વેસ્ટર્સે ૧ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો આરોપ લગાવ્યો હતો. તે પછી બ્રેડમેનની કેપ વેચીને પૈસા બનાવવાનો પ્રયાસ થયો હતો. સર બ્રેડમેને ૧૯૨૮થી ૧૯૪૮ સુધી ૨૦ વર્ષમાં ૫૨ ટેસ્ટ રમી. તેમણે ૫૨ મેચમાં ૯૯.૯૪ની એવરેજથી ૬,૯૯૬ રન બનાવ્યા. આ દરમિયાન ૨૯ સદી મારી. તેમને દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન પણ કહેવામાં આવે છે.