મહાન બોલર શેન વોર્નનો દાવો- બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મળશે હાર

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું માનવુ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ બોક્સિગં ડે ટેસ્ટમાં ભારતને હરાવી દેશે, કારણ કે એડિલેડમાં થયેલા પરાજયથી ભારતીય ટીમ હજુ હેરાન છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને ૩૬ રનના સ્કોર પર આઉટ કરી દીધુ હતું. ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રારંભિક મેચમાં યજમાન ટીમે ભારતને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. આગામી મેચ ૨૬ ડિસેમ્બરથી શરૂ થવાની છે. કાંગારૂ ટીમ માટે ૭૦૦થી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનાર શે વોર્ને કહૃાુ, ’મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા લગભગ તેને ઉડાવવાનું છે. પરંતુ વોર્ને કેટલાક ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી છે. તેણે કહૃાું, તેની પાસે કેએલ રાહુલ જેવા ક્લાસ ખેલાડી છે. યુવા ગિલ અને રહાણે એક શાનદાર ખેલાડી છે.

અમને ખ્યાલ છે કે ચેતેશ્ર્વર પૂજારા શું કરી શકે છે. વોર્ને શમી અને વિરાટના બહાર રહેવા પર પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કહૃાું, શમીના રૂપમાં એક ખુબ મોટુ નુકસાન ભારતીય ટીમને છે. તે એક દમદાર બોલર છે અને તમે મેલબોર્ની પરિસ્થિતિઓ માટે બોલર જોવ છો- પિચોમાં ફેરફાર- શમી સીમને હિટ કરે છે અને તેને ઉછાળે છે સારી લંબાઈથી લાઇનલેંથ સાથે બોલિંગ કરે છે, જેને ટીમ મિસ કરશે.

પેટ કમિન્સ  (૪-૨૧) અને જોશ હેઝલવુડ (૫-૮) સહિત ઓસ્ટ્રેલિયન બોલિંગ એકમે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોને બેકફૂટ પર ધકેલી દીધા હતા. ૫૧ વર્ષીય પૂર્વ લેગ સ્પિનરે કહૃાુ, હાં તમે ભારતીય બેટ્સમેનો પર જઈ શકો છો, પરંતુ મને લાગે છે કે તમે તેનો શ્રેય ઓસ્ટ્રેલિયન ખેલાડીને આપશો અને તેણે સારી બોલિંગ કરી હતી. ચાર બોલરોની સાથે-સાથે ગ્રીન પણ સારો બોલર છે. તે હવે ખુબને બેટ્સમેનમાં બદલી રહૃાો છે.