મહામારીમાં કામ કરવાની રીત બદલાઈ ગઈ છે, પરંતુ જુસ્સો હજી પણ એવો જ છે: સારા

અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં આનંદ એલ રાયની ફિલ્મ ’અતરગીં રે’નું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. સારાએ આ ફિલ્મ ગયા વર્ષે સાઈન કરી હતી. પરંતુ કોરોનાવાઈરસ મહામારીને કારણે ફિલ્મનું શૂટિંગ ટાળવામાં આવ્યું હતું. સારાએ કહૃાું કે, તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે મહામારીની વચ્ચે ફિલ્મનું શૂટિંગ કરશે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કોવિડની વચ્ચે ફિલ્મ શૂટિંગ દરમિયાન પોતાના અનુભવ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહૃાું કે, તે એ વાતને ક્યારેય નકારશે નહીં કે, આ સમયે કામ કરવું કેટલું મુશ્કેલ છે.

પરંતુ છેવટે એક લાંબા બ્રેક બાદ સેટ પર પરત ફરતા રાહત મહેસૂસ થઈ રહી છે. તેણે આગળ કહૃાું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો અને સેટી પ્રોટોકોલનું પાલન કરવાથી કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. પરંતુ કામ પ્રત્યેનો જુસ્સો હજી પણ એવો ને એવો જ છે. છેલ્લા ૯ મહિના સુધી ઘરે બેસી રહેવા વિશે વાત કરતા સારાએ કહૃાું કે, તે કોઈના પણ માટે મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ તે એ પણ માને છે કે દરેક વસ્તુમાં કંઈક શીખવા મળે છે.

તેણે જણાવ્યું કે, તે ઘરે હતી, ત્યારે તેણે ૫૦૦ વસ્તુઓનું એક ટૂ-ડૂ લિસ્ટ તૈયાર કર્યું હતું. તેનું માનવું હતું કે, આ લિસ્ટને પૂરું કરવામાં તેણે ખુશી મળશે. જો કે, તેણે કહૃાું કે, લોકડાઉનથી અહેસાસ થયો કે દરરોજ સવાર પોતાની માતા અમૃતા સિંહની સાથે જાગવાથી તેને ઘણી ખુશી મળતી હતી.