મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુ – સંતોની હત્યાનો બનાવ નિંદનીય : ભરત ટાંક

અમરેલી, ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના પ્રમુખશ્રી ભરતભાઇ ટાંક મહારાષ્ટ્રના પાલઘરમાં તાજેતરમાં બેે સંતો અને તેના ડ્રાઇવરની ક્રુરતા પૂર્વક થયેલી હત્યાના બનાવને સમગ્ર હિન્દુ સમાજ માટે સરમજનક અને નીંદનીય ગણાવી આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે. અને સરકાર સમક્ષ ન્યાયની અપીલ કરેલ છે. ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ અમરેલીના પ્રમુખશ્રી સામાજીક અગ્રણી ભરતભાઇ ટાંકે જણાવેલ છે કે, હિન્દુુસ્તાનની અદર 101 કરોડ હિન્દુુઓ છે. રામાયણ અને મહાભારત પણ હિન્દુુસ્તાનમાં લખાયા છે. આ દેશમાં અનેક સાધુ સંતોએ જન્મ લઇ સમાજને સાચી દિશા બતાવી છે.
ત્યારે મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુ – સંતો ની હત્યાનો બનાવ નીંદનીય છે. આવા બનાવો અટકાવવા માટે સરકારશ્રી દ્વારા કડક પગલા ભરવામાં આવે તેમ શ્રી ટાંકે જણાવ્યુ હતું.