મહારાષ્ટ્રની સહકારી બેંકમાં વધુ એક કૌભાંડ થયાની આશંકા, મહારાષ્ટ્રની સહકારી ક્ષેત્રની સેવા વિકાસ કો-ઓપરેટિવ બેક્ધ દ્વારા તમામ કાયદા અને નીતિ-નિયમો અભરાઈ પર ચડાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હાથ ધરેલી કાર્યવાહીમાં બહાર આવ્યું છે. મની લોન્ડિંરગનો આંકડો લગભગ ૪૨૯.૬ કરોડની આસપાસ હોવાનોદાજ છે. રિઝર્વ બેક્ધ તરફથી આ કો-ઓપરેટિવ બેક્ધનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. પુણે નજીક પિંપરચચવડની આ બેક્ધના માજી ચેરમેન અમર મુલચંદાનીએ બોગસ કંપનીઓને લોન આપવાને બહાને કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનો ઇડીનો આરોપ છે. ગઈ ૨૭મી જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે માજી ચેરમેન મુલચંદાનીના પરી-ચિંચવડના નિવાસસ્થાન પર રેડ પાડી ત્યારે કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાના તેમ જ પુરાવા નષ્ટ કરવાના આરોપસર પિંપરી ચિંચવડ પોલીસે અમર મુલચંદાની અને તેના પાંચ પરિવારજનોની ધરપકડ કરી હતી. ઈડીએ મુલચંદાનીની ઓફિસ અને નિવાસ સ્થાનની ઝડતી લઈને ૨.૭૨ કરોડના સોનાના અને હીરાના દાગીના, ૪૧ લાખ રૂપિયાની રોકડ તેમ જ ચાર અત્યંત મોંઘી કાર જપ્ત કરી હતી. ઈડીની ટીમે ગઈ ૨૭મી જાન્યુઆરીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તરફથી આપવામાં આવેલા રક્ષણ હેઠળ જ્યારે મુલચંદાનીના નિવાસ સ્થાન પર રેડ પાડી ત્યારે જોરદાર પ્રતિકારનો સામનો કરવો પડયો હતો. અમર મુલચંદાની ઘરમાં નથી એવું જણાવ્યું હતું. જોકે તલાશી લેવામાં આવતા એક બંધ રૂમમાં સંતાયેલો મુલચંદાની પકડાઈ ગયો હતો. મુલચંદાની અને તેના પરિવારના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. સહકારી બેક્ધના હિસાબ-કિતાબની ઈડી તરફથી તપાસ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે અમર મુલદાનીના ચેરમેનપદ હેઠળના ડાયરેક્ટર બોર્ડે તમામ બેક્ધિંગ નિયમો નેવે મૂકી બોગસ – સેલ કંપનીઓને નામે મોટી મોટી રકમોની લોન પાસ કરીને ફંડની ઉચાપત કરવામાં આવી હતી. ઈડીની રેડ વખતે બેક્ધના માજી ચેરમેન મુલચંદાનીનો પત્તો નહોતો લાગ્યો. મુલચંદાની બહાર ગયા છે એવી બાબતે ફેમિલીવાળા વળગી રહૃાા હતા. પરંતુ તલાશ ચાલુ રાખવામાં આવી હતી. વિશાળ બંગલામાં એક રૂમ બંધ જોવા મળ્યો હતો. અંદર કોણ છે? એ વિશે સંતોષકારક જવાબ ન મળતા આખરે બહારથી લુહારને બોલાવવામાં આવ્યો હતો. જેણે લોક તોડીને દરવાજો ખોલતા અંદરથી મુલચંદાની સંતાયેલા મળી આવ્યા હતા. આ જે સમય લાગ્યો એમાં તેણે મોબાઇલ લેપટોપ અને કોમ્પ્યુચરમાંથી વાંધાજનક ડેટા ડિલિટ કરી નાખ્યો હોવાની ઈડીને શંકા છે.