મહારાષ્ટ્રમાં હીટવેવથી ૮ લોકોએ મોતને ભેટ્યા, ૧૨૩ લોકો બિમાર પડ્યા, ૧૩ હોસ્પિટલમાં દૃાખલ

મુંબઈ,તા.૧૭
મહારાષ્ટ્રના નવી મુંબઈથી ખૂબ જ દૃર્દૃનાક સમાચાર સામે આવ્યા છે. અહીં ખારઘરમાં આયોજિત મહારાષ્ટ્ર ભૂષણ કાર્યક્રમમાં સામેલ ૭-૮ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ લોકોના મોત ગરમીના કારણે થયા છે. મુખ્યમંત્રી એકનાથ િંશદૃેએ મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે સારવાર લઈ રહેલા દૃર્દૃીઓને સરકારી ખર્ચે સારવાર આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં સામાજિક કાર્યકર દૃત્તાત્રેય નારાયણ ઉર્ફે અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવાના કાર્યક્રમમાં રવિવારે ૧૨૦ થી વધુ લોકોને પ્રખર સૂર્યના કારણે ડિહાઇડ્રેશન જેવી ગંભીર ગરમી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એક સરકારી અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહૃાું કે તેમાંથી ૧૩ લોકોને વિવિધ સ્થાનિક હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી એકની હાલત ગંભીર છે. ખારઘરમાં ૩૦૬ એકરના વિશાળ મેદૃાનમાં આ ભવ્ય કાર્યક્રમમાં લાખો ધર્માધિકારીના સમર્થકો પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કર્યો. આ કાર્યક્રમ માટે સવારથી જ લોકો આવવા લાગ્યા હતા અને સવારે ૧૧.૩૦ વાગ્યાથી શરૂ થયેલો આ કાર્યક્રમ એક વાગ્યા સુધી ચાલ્યો હતો. આમાંથી ઘણા લોકો શનિવારે જ આવ્યા હતા. મેદૃાન લોકોથી ભરચક હતું અને શ્રી સભ્ય (ધર્માધિકારીની સંસ્થા) ના અનુયાયીઓની સુવિધા માટે ઓડિયો/વિડિયોની સુવિધા પણ ગોઠવવામાં આવી હતી. બેઠક વ્યવસ્થા ખુલ્લામાં કરવામાં આવી હતી અને શેડની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. કાર્યક્રમ સ્થળ પર ડ્યૂટી પરના મહેસૂલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ૧૨૩ લોકોએ ઇવેન્ટ દૃરમિયાન ડિહાઇડ્રેશન જેવી ગરમી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદૃ કરી હતી. તેમને તાત્કાલિક સ્થળ પરના ૩૦ મેડિકલ બૂથમાં લઈ જવામાં આવ્યા હતા. ૧૩ દૃર્દૃીઓને વિશેષ સારવારની જરૂર હતી, તેમને ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર છે.