મહિલાઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવાનો અવસર : શ્રી ઉર્વિબેન ટાંક

અમરેલી,
આંતરરાષ્ટ્રિય મહિલા દિન નિમિતે જુનાગઢમાં પરશુરામ સંસ્થા સહિત અન્ય પાંચ સંસ્થાઓ દ્વારા ઉજવણી નિમિતે મહિલાઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા અને પ્રોત્સાહિત કરવા મહિલાઓનું જાહેર સન્માન કરવામાં આવ્યુું હતું. આ પ્રસંગે સનસાઇન ફાઉન્ડેશનનાં ચેરમેન અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનાં મહિલા અગ્રણી શ્રીમતી ઉર્વિબેન ટાંકે પોતાનાં પ્રવચનમાં મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રિય મહિલા દનિ તરીકે 8 માર્ચે દર વર્ષે ઉજવણી થાય છે. જેની શરૂઆત 1917માં થઇ તેનો મુખ્ય હેતુ મહિલાઓની શક્તિ બહાર લાવવાનો છે. તે હેતુથી 1975થી ભારતમાં ઉજવણીની શરૂઆત થઇ અને મહિલાઓને પુરૂષોએ પણ પીઠબળ આપ્યું.
તેમનો પણ આભાર માનવો ઘટે તેમ જણાવી ઉર્વિબેન ટાંકે જણાવ્યું કે, દુર્ગા અને શક્તિ સમાન નારીમાં અઢળક શક્તિ છે. પણ આપણે ભુલી ગયા છીએ. આજે જ્યારે નવ મહિલાઓનું સન્માન થનાર છે તે પ્રેરણારૂપ કાર્યક્રમ છે. આપણે આપણી શક્તિઓ વેડફાય છે તેને અટકાવી સાચી દિશામાં લઇ જવા આપણી શક્તિથી આપણે વાકેફ થવુ પડશે. બીજી તરફ આપણી પણ જવાબદારી વધી જાય છે. મહિલાઓને પ્લેટફોર્મની જરૂરત નથી પણ કોમ્યુનીકેશન વોર્ડમાં આપણે બધુ જ ભુલી ગયા છીએ. દીકરીઓમાં પણ સારા શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવું જોઇએ. તેમ જણાવી ઉપસ્થિત મહિલાઓને આગળ વધવા પ્રોત્સાહિત કરી હતી.
આ કાર્યક્રમમાં શ્રીમતી જ્યોતીબેન પંડ્યા, પ્રદેશ ભાજપ મહિલા અધ્યક્ષ અને પુર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, મેયર ધીરૂભાઇ ગોહિલ, શ્રીમતી મીનાબેન ગોહિલ, શ્યામ મહિલા મંડળ તથા પરશુરામ ફાઉન્ડેશનનાં આગેવાન મહિલાઓ, આયોજક સંસ્થાઓનાં આગેવાનો તથા વિવિધ ક્ષેત્રનાં આગેવાનો અને મહિલાઓ વિશેષ પ્રમાણમાં ઉપસ્થિત રહી હતી.