મહિલા ક્રિકેટ ટીમ: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝ સ્થગિત

નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી સીરીઝ સ્થગિત થઇ ગઇ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી ૨૦૨૧માં પોતાની પહેલી સીરીઝ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ સાથે રમવા જઇ રહી હતી. જેની યજમાની ઓસ્ટ્રેલિયાને સોંપવામાં આવી હતી. હાલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે આ સીરીઝને સ્થગિત કરવામા આવી રહી છે.

હાલ બન્ને દેશોની વચ્ચે રમાનારી કૉમનવેલ્થ બેક્ધ વનડે સીરીઝ આગામી સત્ર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આમાં વધારાન ત્રણ ટી૨૦ મેચ સામેલ કરવા માટે પ્રવાસને લંબાવવાની યોજના પર વિચાર કરવામાં આવી રહૃાો છે.

ખરેખર, જાન્યુઆરી ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યજમાની કરવા જઇ રહૃાું છે. અહી કૉમનવેલ્થ બેક્ધ વનડે સીરીઝ અંતર્ગત બન્ને મહિલા ટીમોને ત્રણ વનડે મેચ રમવાની હતી. હાલ આને આગામી સિઝન સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વળી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના સીઇઓ નિક હોકલેએ કહૃાું કે ઓસ્ટ્રેલિયન મહિલાઓની ટીમ આગામી સત્રમાં ભારતની યજમાની કરવા માટે તત્પર છે.