મહુવાનાં બિલડી ગામે 200 વિઘા જમીનમાં વરસાદનાં પાણી ભરાતા જમીનનું થયેલું ધોવાણ : ભારે નુક્શાન

  • અમુક લોકોએ પાળા બાંધી લેતા ખેતરમાં પાણી ભરાયા

દામનગર,
ભાવનગર જીલ્લાનાં મહુવા તાલુકાના બિલડી ગામનાં શિયાળ બલદીપભાઈ કાનાભાઈએ તાલુકા વિકાસ અધિકારી,જીલ્લા વિકાસ અધિકારી અને માર્ગ અને મકાન વિભાગ મહુવાના ડે. એકજીકયૂટીવ એન્જિનિયરને તા.24-8 નાં રોજ આપેલ અરજીમાં જણાવ્યા મુજબ બીલડી-અમૃતવેલ રોડની બન્ને બાજુએ માથાભારે માણસોએ પાળા બાંધેલા હોય ખેતરોમાં આશરે 200 વિધા જમીનમાં વરસાદી પાણી ભરાયેલા હોય ખેતી પાકોને મોટા પાયે નુકશાન થયેલ છે.પાળા કરનાર માણસો સામે કાર્યવાહી કરી બાંધેલ પાળા તોડી નાખવામાં આવે એવી લેખિતમા રજુઆત કરી છે.સ્થાનિક ગ્રામ પંચાયતને પણ અરજી આપેલ હોય તાકીદે પગલાં ભરવા શિયાળ બલદીપભાઈએ રજુઆત કરી છે.