મહુવામાં ચોરીના ગુનામાં બે શખ્સોને પોલીસે ઝડપી લેતા ગુનો ડિટેક્ટ : મુદામાલ કબ્જે લીધો

અમરેલી,ગઇકાલ તા.22/07/2022નાં રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો મહુવા ટાઉન વિસ્તારમાં ચોરીનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. અલ્તાફભાઇ ગાહાને મળેલ બાતમી આધારે મહુવા, એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, ટી.સી. પેટ્રોલ પંપની સામે બે માણસો પાસે મોટી રોકડ રકમ છે. તેઓ આ રોકડ રકમ કયાંકથી ચોરી કરીને આવેલ હોવાની શંકા હોવાની મળેલ માહિતી આધારે હકિકતવાળી જગ્યાએ આવતાં (1) અજય કરણભાઇ ભાટી ઉ.વ.20 ધંધો-મજુરી રહે. જે.પી. સ્કુલ પાછળ,નવા કુંભારવાડા, હનુમંત બાગ પાસે, મહુવા (2) મનોજ રમેશભાઇ પરમાર ઉ.વ.30 ધંધો-કડિયાકામ રહે.જનતા પ્લોટ-2,મહુવાવાળો હાજર મળી આવેલ.જે બંનેમાંથી અજય કરણભાઇ ભાટીની અંગજડતી કરતાં તેનાં પેન્ટનાં ખિસ્સામાંથી રૂ.500/-નાં દરની નોટ નંગ-108 કિ.રૂ.54,000/- તથા મનોજ રમેશભાઇ પરમારની અંગજડતી કરતાં તેનાં પેન્ટનાં ખિસ્સામાંથી ભારતીય દરની અલગ-અલગ ચલણી નોટો મળી કુલ રૂ.10,500/- મળી આવેલ. જે બંને પાસેથી ઉપરોકત ચલણી નોટો અંગે કાંઇ આધાર કે કયાંથી લાવેલ તે બાબતે પુંછતાં તેઓ ફર્યુ ફર્યુ બોલી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. આ બંને માણસો પાસેથી કુલ રૂ.64,500/-તપાસ અર્થે કબ્જે કરેલ.આ બંને માણસોને ઉપરોકત રૂપિયા અંગે પુછપરછ કરતાં આ બંને માણસોની અલગ-અલગ વિગતવારની પુછપરછ કરતાં બંને માણસોએ તેઓ પાસેથી મળી આવેલ રૂપિયા આજથી આશરે દોઢેક મહિના પહેલાં બપોરનાં બે અઢી વાગ્યાની આસપાસ મહુવા, બાપા સીતારામ લોજની સામે આવેલ ગ્રામ્ય બેંકમાંથી એક રીક્ષાવાળાએ બેંકમાંથી આવી તેની રીક્ષાનાં હેન્ડલમાં પ્લાસ્ટીકનું ઝબલું ટીંગાડીને ચા વાળાની પાસે ગયેલ. ત્યારે રીક્ષા વાળાને ખબર ન પડે તે રીતે બંને માણસોએ રીક્ષાનાં હેન્ડલમાં ટીંગાડેલ ઝબલું લઇ ભાગી ગયેલ. આ ઝબલામાંથી રૂ.1,50,000/- મળેલ.તે પૈકીનાં રૂપિયા હોવાની કબુલાત કરેલ. આ અંગે બંને ઇસમોને મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.જે મહુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.11198035220626/2022 ઇ.પી.કો.કલમ:-379 મુજબનો ગુન્હો શોધી કાઢવામાં એલ.સી.બી.ને સફળતાં મળી હતી.