મહુવા તરફ જતી તમામ ટ્રેનો એક તરફી હોવાથી પેસેન્જરોને મુશ્કેલી

લીલીયા,
કોરોના બાદ રેલ્વે દ્વારા બાન્દ્રા, મહુવા, સુરત મહુવા, ભાવનગર મહુવા ત્રણ ટ્રેનો શરૂ કરવામાં આવેલ છે. જેમાં બાન્દ્રા મહુવા અઠવાડીયે બે વાર અને સુરત મહુવા અઠવાડીયે એક વાર તથા ભાવનગર મહુવા દરરોજ ચાલુ રાખી છે તે તમામ ટ્રેનો લીલીયા રેલ્વે સ્ટેશનથી સવારથી બપોર સુધીમાં મહુવા તરફ જવા માટે મળે છે. આ તમામ ટ્રેનો મહુવાથી બપોર બાદ ઉપડી ભાવનગર સુરત મુંબઇ તરફ જવા માટે મળે છે એટલે કે, આ તમામ ટ્રેનો એક તરફી સવારે તથા એક તરફી સાંજે જતી હોવાનાં કારણે બપોર સુધી ધોળા કે ભાવનગરથી મહુવા જવા માટે કોઇપણ ટ્રેનની ફ્રીકવન્સી ન હોય તેથી મુસાફરો પરેશાન છે. મહુવા, રાજુલા, સાવરકુંડલા, લી લીયા, દામનગર, ઢસા વગેરેનાં વેપારીઓ માલ ખરીદી માટે ભાવનગર જતા હોય છે. ભાવનગર જવા માટે સવારમાં એક ટ્રેન મહુવાથી ઉપાડી ભાવનગર તરફ જતી હોય છે.
વેપારીઓ ખરીદી કરવા સહિત જઇ શકે તેમજ સાંજનાં તે ટ્રેન ભાવનગરથી મહુવા તરફ જવા ઉપડે તો અન્ય લોકોને પણ રાહત રહે.