અમરેલી,
મહુવા ધોળા ટ્રેન સુરેન્દ્રનગર અથવા સાબરમતી સુધી લંબાવવામા આવે તો મહુવા , રાજુલા, સાવરકુંડલા, લીલીયા તથા દામનગરના મુસાફરોને લાભ મળે તેમ છે. અને આ રૂટ પર કોઈ લોકલ ટ્રેન નથી. મહુવા ધોળા ટ્રેન જે સવારે 11 વાગ્યાથી ધોળા રેલ્વે સ્ટેશનમાજ પડી રહે છેજે પછી સાંજે 5:45 મહુવા પરત ફરે છે. જો આ ગાડીો સમય મહુવાથી વહેલો કરી અને ટ્રેન સુરેન્દ્રનગર અથવા સાબરમતી સુધી લંબાવવામા આવે તો મુસાફરોને લાભ મળી શકે તેમ છે. અથવા એક દિવસ સુરેન્દ્રનગર અને એક દિવસ સાબરમતી વાયા ધંધ્ાુકા ધોળકા આપવામા આવે તો સારંગપુર , અરણેજ જેવા યાત્રાધામો જતા આવતા ભકતોને પણ લાભ મળી શકે જે માટે જાફરાબાદ નર્મદા સિમેન્ટ કોલોનીના દિલિપકુમાર એમ. કાછીયાણી દ્વારા ભાવનગર રેલ્વે ડીવીઝનને રજુઆત કરવામા આવી .