મહુવા-બાંદ્રા ટ્રેન પુન: 2ાબેતા મુજબ શરૂ થશે

અમરેલી,કોરોના સંક્રમણને ધ્યાને લઈ લોકડાઉનના સમય દરમ્યાન સરકારશ્રી દ્રારા સમગ્ર દેશના ટ્રેન વ્યવહારો બંધ કરવામાં આવેલ હતા. જે પૈકી અમરેલી જીલ્લા માંથી પાસર થતી અઠવાડીમાં બે દિવસ ચાલતી મહુવા-બાંદ્રા ટ્રેન પણ બંધ થયેલ હતી.
કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને મોટા શહેરોને જોડતી ટ્રેન સેવાઓ ધીમે ધીમે રાબેતામુજબ ચાલુ થતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્રારા તા. 14/10/2020 થી રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલજી અને રેલ્વે બોડને મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનને પુન: રાબેતામુજબ ચલાવવા સતત રજૂઆતો કરવામાં આવેલ હતી. ત્યારબાદ સાંસદશ્રીએ તા. 3/12/2020ના રોજ જનરલ મેનેજરશ્રી, વેસ્ટન રેલ્વે, મુંબઈ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી મહુવા-બાંદ્રા ટ્રેન સત્વરે ચાલુ કરવા થી લઈ રેલ્વે વિભાગના વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે રજૂઆત કરેલ હતી.
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના સતત પ્રયત્નોના ફળ સ્વરૂપે આગામી તા. 26 ફેબ્રુઆરી અને 3 માચ થી મહુવા-બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન પુન: રાબેતામુજબ (અઠવાડીયામાં બે દિવસ) કાર્યરત થશે. જેનું ટાઈમીંગ નીચે મુજબ છે. ટ્રેન નં. 9289 તા. ર6 ફેબ્રુઆરીએ સાંજે 4:45 કલાકે બાંદ્રા (મુંબઈ) થી ઉપડશે અને તા. 27 ફેબ્રુઆરીના રોજ સવારે 6:45 કલાકે મહુવા પહોંચશે. ત્યારબાદ ટ્રેન નં. 9290 તા. ર7 ફેબ્રુઆરીએ 9:30 કલાકે મહુવા થી ઉપડશે અને તા.28 ફેબ્રુઆરીએ સાંજે 7:20 કલાકે બાંદ્રા પહોચશે.તેવી જ રીતે ટ્રેન નં. 9293 તા. 03 માચે સાંજે 4:45 કલાકે બાંદ્રા (મુંબઈ) થી ઉપડશે અને તા. 04 માર્ચ ના રોજ સવારે 6:45 કલાકે મહુવા પહોંચશે. ત્યારબાદ ટ્રેન નં. 9294 તા. 04 માચે 9:30 કલાકે મહુવા થી ઉપડશે અને તા.0પ માચે સાંજે 7:20 કલાકે બાંદ્રા પહોચશે.