મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેન હવે દરરોજ ચલાવાશે

અમરેલી,અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશના સતત પ્રયાસો થી અઠવાડીયામાં એક દિવસ ચાલતી મહુવા-સુરત સુરપફાસ્ટ ટ્રેન આગામી 14 એપ્રીલ, ર0ર1 થી દૈનિક ચલાવવા અંગે રેલ્વે મંત્રાલય તરફથી મંજુરી આપવામાં આવેલ છે.પ્રાપ્ત વિગતોનુંસાર કોરોના સંક્રમણને ધ્યાને લઈ ગત વષે થયેલ લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકારશ્રી દ્વારા સમગ્ર દેશના ટ્રેન વ્યવહારો બંધ કરવામાં આવેલ હતા. જે પૈકી અમરેલી જીલ્લા માંથી પાસર થતી અઠવાડીયામાં એક વાર (દર બુધવારે) ચાલતી મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેન પણ બંધ કરી દેવામાં આવેલ હતી. કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને મોટા શહેરોને જોડતી ટ્રેન સેવાઓ ધીમે ધીમે રાબેતા મુજબ ચાલુ થતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને સુરતના સાંસદ શ્રીમતિ દશનાબેન જરદોશ દ્વારા લોકોની વષો જૂની માંગ મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેનને દૈનિક ચલાવવા કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલને સતત રજૂઆતો કરવામાં આવેલ હતી. બંને સાંસદશ્રીઓના સહીયારા પ્રયાસોના પરીણામ સ્વરૂપે અગામી 14 એપ્રીલ, ર0ર1 થી મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેન દૈનિક દોડશે અને આ ટ્રેન દૈનિક ચાલુ થતા અમરેલી જીલ્લા ઉપરાંત ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જીલ્લાના લોકો, યાત્રીઓ અને ધંધાથીઓને સીધો જ લાભ મળશે તેમ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે.