મહેસાણાના સતલાસણા નજીક ૧.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

રાજ્ય સહિત જિલ્લામાં ચોમાસાની ઋતુમાં મેઘ મહેર યથાવત રહી છે. જેને કારણે જમીનના પેટાળમાં કેટલાક અંશે દબાણ સર્જતું હોય છે. જેને પગલે શુક્રવારના રોજ બપોરના ૧:૦૫ કલાકે સતલાસણા નજીક ૧.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ધરોઈ ભૂકંપ માપક કેન્દ્રથી ૬ કિલોમીટર દૃૂર આવેલા સતલાસણા નજીક જમીનના પેટાણમાં માત્ર ૪૦૦ મીટરના અંતરે ભૂકંપનું ઉવ સ્થાન નોંધાયું છે. ચાલુ વર્ષે ધરોઈ વિસ્તાર નજીક અનેકવાર ભૂકંપ અનુભવાયાની ઘટના સામે આવી છે. શુક્રવારના રોજ ૧.૩ની તીવ્રતાનો આંચકો આવતા વધુ એકવાર ધરા ધ્રુજી હતી.