માણેકવાડા અને શોભાવડલા વચ્ચે કાર સળગી

બગસરા, બગસરા ના માણેકવાડા અને સભા વચ્ચે ફોરવિલ ગાડી મા શોર્ટ સર્કિટ થતા ભડ ભડ સળગી ઉઠી હતી મળતી માહિતી મુજબ માણેકવાડા થી જુનાગઢ રોડ પર શોભાવડલા વચ્ચે એસ્ટ્રા કાર ગાડી નંબર યલ ફાઈવ પી પી 95 97 નંબરની ફોરવીલ કાર બંધાળા હડમતીયા થી બગસરાનાં પીઠડીયા આવતી હતી તેલ માણેકવાડા અને શોભાવડલા વચ્ચે અચાનક શોર્ટ સર્કિટ થતા ફોરવીલ કાર ભડ ભડ સળગી ઉઠી હતી અને આસપાસના ખેતી કરતા ખેડૂતો વાડીમાંથી દોડી ગયા હતા ત્યારબાદ બગસરા નગરપાલિકા ને જાણ કરતા ફાયર ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ગાડી ને ઠારવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ વધુ આગ પ્રસરી ગયા હોવાથી ગાડી પુરી સળગી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.