માતાના કહેવાથી ક્રિકેટમાંથી અચાનક સન્યાસ લઈ લીધો હતો: શોએબ અખ્તર

દુનિયાનો સૌથી ઝડપી બોલ નાખવાનો રેકોર્ડ પોતાને નામ કરનારા શોએબ અખ્તરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ૯ વર્ષ થવા આવ્યા, પરંતુ હજી પણ તેનો ચાહક વર્ગ ઘટવાના બદલે વધી રહૃાો છે. શોએક અખ્તરના ભારતમાં પણ મોટા પ્રમાણમાં ચાહકો છે. ઘણા ઓછા લોકો જાણે છે કે અખ્તર હજી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવામાં સક્ષમ હોવા છતાંયે અચાનક જ તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. વર્ષો બાદ આખરે અખ્તરે આ મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. અખ્તરે કહૃાું હતું કે, તેને પોતાની માતાના કહેવાથી ક્રિકેટમાંથી અચાનક સન્યાસ લઈ લીધો હતો.
આ વાત અખ્તરે એક શોમાં કરી હતી. શોમાં વાતચીત કરતા અખ્તરે કહૃાું હતું કે, આજ સુધી મેં મારાથી મોટા વડીલો સાથે ક્યારેય ગેરવર્તણૂંક કરી નથી. જોકે હું જન્મથી જ સ્ટાર હતો અને એ પણ એટીટ્યૂડ સાથે. એટીટ્યૂડનો અર્થ સ્પષ્ટ કરતા અખ્ત્તરે કહૃાું હતું કે, એટીટ્યૂડ એટલે ગેવર્તણૂંક નહીં. એટીટ્યૂડનો અર્થ છે કે, મેં કોઈ વસ્તુ જોઈ લીધી તેને મેળવવા તેની પાછળ ભાગવું. પછી ભલે મારી આસપાસના લોકો કંઈ પણ કહે પણ હું અટકતો નથી. સનાએ પુછ્યું હતું કે, આખરે આ કનવિક્શન આવી ક્યારે?
તો શોએબ અખ્તરે જવાબ આપતા કહૃાું હતું કે, મારી માતા કહેતી હતી કે, હું જ્યારે નાણપણમાં સુતો હતો ત્યારે મારૂ કપાળમાં અનેરૂ તેજ હતું. માટે તે હંમેશા મને કહેતી હતી કે અસાધારણ બાળક છે. શોએબે આગળ ઉમેર્યું હતું કે, મારાથી મોટો મારો એક ભાઈ હતો. પરંતુ તેનું નિધન થઈ ગયું. ત્યાર બાદ હું જન્મ્યો. મારી માતાના જણાવ્યા પ્રમાણે, જન્મ લેતાની સાથે જ લગભગ તમામ બાળકો રડે છે પણ હું જન્મ્યો ત્યારે રડ્યો નહોતો. ઝડપથી દોડવાનો મને નાનપણથી શોખ હતો. પાકિસ્તાનમાં ૨૩ માર્ચે પરેડ થતી હતી. સૈન્યમાં નવા નવા F – ૧૬ યુદ્ધ વિમાનો આવ્યા હતાં. મારે પણ હ્લ-૧૬ બનવુ હતું. માટે જ હું હાથ ફેલાવીને દોડતો હતો અને પોતાની જાતને F – ૧૬ બનાવી લેતો હતો.