માતા બનવાની તૈયારી કરી રહી છે રાખી સાવંત..!!

બિગ-બોસ સીઝન ૧૪માં બધાને ગેમથી એન્ટરટેન કરનારી રાખી સાવંત સતત ચર્ચામાં છે. તેમની રમવાની સ્ટાઈલ તો અલગ જ છે, તે સિવાય તેમની ખાનગી જિંદગી પણ તેમને ટ્રેંડ કરાવી રહી છે.

રાખી સાવંતના લગ્નના સમાચાર લાંબા સમયથી વાયરલ થઈ રહૃાા છે, કહેવામાં આવે છે કે, તેમણે રિતેશ નામના એક એનઆરઆઇ સાથે લગ્ન કર્યા છે, પરંતુ અત્યાર સુધી રાખી તરફથી પોતાના પતિને મીડિયાની સામે લાવવામાં આવ્યા નથી, પરંતુ જ્યારથી રાખીએ બિગ બોસમાં પોતાની સફરની શરૂઆત કરી છે, ત્યારથી તેણીના પતિનું લાઈમલાઈટમાં આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. તે સતત પોતાની પત્નીને ડિફેંડ કરી રહૃાા છે.

માહિતી પ્રમાણે ન્યૂઝ વેબસાઈટને આપવામાં આવેલ ઈન્ટરવ્યૂ પ્રમાણે રાખીએ પોતાના પતિને મોટુ નિવેદન આપ્યુ છે. તેમની માતાને તો આગામી વર્ષે રાખી સાવંત માતા બની શકે છે અને તે ફેમિલીને આગળ વધારવા પર વિચાર કરી રહૃાા છે. આ વિશે રાખીએ પોતાના પતિને જણાવ્યું કે, હા આગામી વર્ષે અમે બેબી પ્લાન કરી રહૃાા છીએ. કોરોનાના કારણે આ વર્ષે તો અમે મળી શક્યા નથી, પરંતુ આગામી વર્ષે અમે પોતાના રિલેશનશિપને આગળ વધારવાનું વિચારી રહૃાા છીએ.