માત્ર એક જ રાતમાં એવી કઇ બાબત બની કે કેહુરભાઇએ મોત વહાલુ કર્યુ ? : લોકોમાં ચર્ચા

અમરેલી,અમરેલી જિલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ કેહુરભાઇ ભેડાએ શનીવારે આર્થિક સંકડામણને કારણે કરેલા આપઘાતના બનાવની પાછળ અનેક ચર્ચા ઓ ચાલી રહી છે કારણ કે શુક્રવારે લીલીયાના અકસ્માતના એક બનાવમાં મદદ માટે અમરેલી આવેલા કેહુરભાઇ ભેડા તદન નોર્મલ હતા તેમ તેની સાથેના તેમના સાથીદારોઅ જણાવેલ અને આ જ દિવસે કેહુરભાઇના ખાસ મિત્ર ગણાતા ધારાસભ્ય પ્રતાપ દુધાતનની સાથે તે જમેલા ત્યારે પણ કોઇ અણસાર ન હતો પણ એ શુક્રવાર અને શનીવારની વચ્ચે એવુ તે શુ થઇ ગયું કે શનીવારે સવારે કેહુરભાઇએ આપઘાત કરી લેવો પડયો ?
આવા અનેક સવાલો સાથે કોંગ્રેસના તેજસ્વી અને સીધા લોકોની સાથે જોડાયેલા યુવા આગેવાનની અણધારી વિદાયથી અનેક રહસ્યના વમળો સર્જાયા છે.તેમની નજીકના સુત્રોમાંથી મળતી માહીતી અનુસાર તેમને આર્થિક રીતે સંકડામણ બેન્કે સીસી રીન્યુ ન કરતા અને એક ભાગીદાર છુટા થતા હતી જ પણ તેમા હીંમત હારી જાય તેવી પ્રકૃતિના કેહુરભાઇ ન હતા.
એક સમયે જિલ્લા પંચાયતના પ્રમુખપદના અને વિધાનસભાની ટીકીટના દાવેદાર ગણાતા કેહુરભાઇ ચુસ્ત કોંગ્રેસી હતા કોંગ્રેસની યુવા કેડરમાં તેનું સારુ વર્ચસ્વ હતુ. આહીર સમાજના પણ તે સરળ અને મીલનસાર સ્વભાવના આગેવાન હતા તેમની અણધારી વિદાયએ સૌને આંચકો આપ્યો છે.