માત્ર એક જ વખત શ્રી નિર્લિપ્ત રાયને આવા કામો માટે તપાસ સોંપાય તો કેટલાયના તપેલા ચડી જાય

  • ખરાબ રસ્તાઓના કામમાં થતા કરપ્શન માટે
  • નબળા કામ માટે કોન્ટ્રાકટર પાસેથી ગેરેન્ટી પીરીયડમાં કામ કરાવવાના બદલે લોકોના જીવ સાથે ચેડા કરવા બદલ ગુનો શા માટે નથી નોંધાતો ?

અમરેલી,
ખરાબ રસ્તાઓના કામમાં થતા કરપ્શન માટે માત્ર એક વખત નિષ્ઠાવાન અધિકારી શ્રી નિર્લિપ્ત રાયને આવા નબળા કામો માટે તપાસ સોંપાય તો કેટલાયના તપેલા ચડી જાય તેમ છે નબળા કામ માટે કોન્ટ્રાકટર પાસેથી ગેરેન્ટી પીરીયડમાં કામ કરાવવાના બદલે લોકોના જીવ સાથે ચેડા કરવા બદલ ગુનો શા માટે નથી નોંધાતો ? તેવો સવાલ આમ આદમી પુછી રહયો છે.