માત્ર પૂર્વ કેપ્ટન ધોની જ જાણે છે કે તેઓ શું કરવા માંગે છે: વિજય દાહિયા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર વિજય દાહિયાએ તાજેતરમાં મહેન્દ્રસિંહ ધોનીની આંતરરાષ્ટ્રીય કેરિયર અંગે પોતાનું મંતવ્ય આપ્યું છે. દાહિયાનું માનવું છે કે ધોનીમાં હજુ ઘણી ક્રિકેટ બાકી છે. દાહિયાએ ધોનીની કેરિયરને લઇ ચાલી રહેલી તમામ ચર્ચાઓની વચ્ચે કહૃાું કે માત્ર પૂર્વ કેપ્ટન ખુદ જ જાણે છે કે તેઓ શું કરવા માંગે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહૃાું કે ધોનીએ ભારતીય ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે અને હંમેશા યાદ રખાશે. ધોનીના મગજમાં શું ચાલી રહૃાું છે તે માત્ર તેઓ જ જાણે છે.
મને લાગે છે કે મહેન્દ્રસિંહ ધોનીની સાથે જો કોઇ ૩૦ વર્ષ પણ રહી લે તો તે વ્યક્તિ પણ જાણી શકશે નહીં કે ધોની શું વિચારી રહૃાા છે અને આગળ શું કરવાનું છે. આવા જ છે મહેન્દ્રસિંહ ધોની. દાહિયાએ આગળ કહૃાું કે જ્યાં સુધી ભારતીય ક્રિકેટ પર તેમના પ્રભાવની વાત છે તો તે શાનદાર છે. કેટલાંક ખેલાડી હોય છે અને કેટલાંક ખાસ શાનદાર ખાસ હોય છે અને પછી મહાન ખેલાડી બની જાય છે જે પોતાની છાપ છોડે છે.
જ્યાં સુધી મહેન્દ્રસિંહ ધોનીની વાત છે તેઓ એ ખેલાડીઓમાં સામેલ છે જે પ્રભાવ પાડે છે અને એવી અસર જે હંમેશા માટે બની રહે છે. દાહિયાએ કહૃાું કે જો ભારતીય ક્રિકેટ પર કોઇ પુસ્તક લખશે તો તેમાં ધોની પર ચોક્કસ એક અધ્યાય હશે. કોલકત્તા નાઇટ રાઇડર્સના પૂર્વ સહાયક કોચનું માનવું છે કે મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડી હજુ ચૂકયા નથી.