માથાભારે શખ્સોની સાન ઠેકાણે લાવનાર અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય ની કામગીરી પ્રશંસનીય : શ્રી સંજય ધાણક

  • અમરેલીને સારા નસીબે પ્રમાણીક નિષ્ઠાવાન અધિકારી મળ્યા છે ત્યારે લોકો ફરિયાદ કરવા આગળ આવી પોલીસની કામગીરીને વધુ સરળ બનાવે

અમરેલી,
અમરેલી જિલ્લાના ભાજપ આગેવાન ઉદ્યોગપતિ શ્રી સંજય ધાણક એ જણાવ્યું હતું કે ધારીમાં એસપી નિર્લિપ્ત રાય માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રશંસનીય છે અને અમરેલી પોલીસની આ કામગીરી લોકોને વિશ્વાસ આપે છે કે પોલીસ તંત્ર જાગૃત છે અને લોકો માટે મદદરૂપ બનવા તત્પર છે.લોકો તેમની સાથે થયેલા અન્યાય સામે લડત આપે અને તેના માટે પોલીસ તેમની સાથે જ છે ધારીમાં મા માથાભારે તત્વો દ્વારા પચાવી પાડવામાં આવેલી ખાનગી અને સરકારી જગ્યા ખાલી કરાવી અને લુખ્ખાઓને એની જગ્યાએ મોકલી તેની સાન ઠેકાણે લાવી દેનાર એસ પી શ્રી નિર્લિપ્ત રાય ની કામગીરી ને હું બિરદાવું છું અને લોકોને પણ અપીલ કરું છું કે તમારી સાથે અન્યાય થયો હોય તો ડર રાખ્યા વગર કે ગભરાયા વગર પોલીસ પાસે જાવ તમને ન્યાય મળશે અને ખાસ કરીને અત્યારના અમરેલી ને સારા નસીબે સારા પ્રમાણિક અધિકારી મળ્યા છે ત્યારે લોકો પોતાના અધિકારનો ઉપયોગ કરી અને ગુંડા તત્વો સામે લડત ચલાવી રહેલ એસપી નિર્લિપ્ત રાયને મદદરૂપ થાય પોતાની ફરિયાદો કરવા માટે આગળ આવે.