માથામાં બોલ વાગવો અને તેના સ્થાને અન્ય ખેલાડીને મળતી તકને લઈને ઉઠ્યા સવાલો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ઈયાન ચેપલે ક્રિકેટ મેદાનમાં સુરક્ષાની સમીક્ષાનું સમર્થન કરતા કહૃાું હતું કે, એવો કોઈ પણ કડક નિયમ બનાવવો એક સારો વિચાર હશે જેથી કરીને શોર્ટ પીચ બોલનો સામનો કરવા પુંછડીયા બેટ્સમેનોનો બચાવ થઈ શકે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલા માથામાં ઈજા થવા અને કનકશન (માથામાં હળવી ઈજા) માટે તેના સ્થાને અવેજી ખેલાડીને ટીમમાં લેવાની ઘટનાઓ વધી છે, જેને લઈને ઝડપી બોલરોના બાઉન્સરના ઉપયોગને લઈને ફરી ચર્ચા જાગી છે.

ચેપલે જોકે બાઉન્સ બોલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરી દીધો છે. ચેપલે પોતાની કોલમમાં લખ્યું હતું કે, બાઉન્સર્સ પર સંપૂર્ણ પ્રતિબંધની કોઈ યોજનાને તુરંત જ રદ કરવી જોઈએ જેવી રીતે ન્યૂઝીલેન્ડના પૂંછડીયા બેટ્સમેન ક્રિસ માર્ટિનને ક્રીઝ પર આવતાની સાથે જ પેવેલિયન મોકલી દેવામાં આવતો હતો. હવે બેટ્સમેન, બોલરો અને અમ્પાયરો સહિત મેદાનની સુરક્ષાની વિશ્ર્વવ્યાપી સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે.

જેમાં બેટિંગ ટેકનીક પ્રાથમિકતા હોય. તેણે કહૃાું હતું કે, આ પ્રકારની સમીક્ષા કરતા પૂંછડીયાં બેટ્સમેનોને શોર્ટ પિચ બોલિંગથી બચાવવા માટે કોઈપણ પ્રકારના કડક નિયમો બનાવવું યોગ્ય રહેશે. દુનિયાના જાણીતા રમતના કુશળ નિષ્ણાતોમાંના એક ચેપલે ખેલાડીઓની સલામતી પર ખાસ ભાર મૂક્યો છે. તેમાં પણ ખાસ કરીને નીચલા ક્રમના બેટ્સમેન પર વિશેષ ધ્યાન ખેંચ્યું છે.