માધવપુરામાં ક્રિકેટ બેટીંગનાં ગુનામાં આઠ શખ્સો રીમાન્ડ પર

અમરેલી,
સ્ટેટ મોનીટરીંગ સેલનાં એસપી શ્રી નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શન નીચે ડવાયએસપી શ્રી કે.ટી.કામરીયાની ટીમે માધવપુરા પો.સ્ટે.વિસ્તારમાં ઓનલાઇન ક્રિકેટ બેટીંગનાં ગુનામાં આરોપી નિલેશ પ્રવિણભાઇ રામીને તથા પરેશ અરવિંદભાઇ ઠક્કરને લુકઆઉટ સર્ક્યુલર આધારે જયપુર એરપોર્ટ ઓથોરીટીએ ડીટેઇન કરતા અટક કરી કોર્ટમાં રજુ કરતા દિવસ આઠનાં રીમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હતાં. આરોપી પરેશ ઠક્કરની પુછપરછમાં આરોપી દિપક ઉર્ફે ડિલક્સ ઠક્કર તથ તેના ભાગીદાર ભરત ઠક્કર હાલ દુબઇએ વેલોસીટી સરવર બનાવી ઓનલાઇન ડબ્બા ટ્રેડીંગ પ્રવૃતિ કરતા હોવાનું વેજલપુર ખાતે વીવીઆઇપી સોફ્ટવેર નામની ઓફીસ રાખી વેલોસીટી સરવરનું કામ અમિત ઉર્ફે મુકેશ મહેશભાઇ ખત્રી ઓપરેટ કરતો હોવાનું જણાવી તેની મદદમાં પ્રકાશ ઉર્ફ્ે ચિકુ નારણભાઇ માળી અને અમિત ઉર્ફે મુકેશ મહેશભાઇ ખત્રી તથા પ્રકાશ ઉર્ફે ચિકુને માહિતી આધારે ગાંધીનગરથી પકડી પાડી તા.23-5-23નાં અટક કરવામાં આવ્યાં હતાં. આરોપી અમિત ઉર્ફે મુકેશ ખત્રી તથા પ્રકાશ ઉર્ફે ચિકુ પાસેથી મોબાઇલ ફોનનાં વેલોસીટી સરવરનો બિનઅધિકૃત ઉપયોગ કરી શેર બજારનાં ડબ્બા ટ્રેડીંગમાં હારજીતનો જુગાર રમાડી કમલેશ શંકરભાઇ પટેલ, નિખીલ બળદેવ પટેલ, ભરત ઉર્ફે લાલો તેમજ દેવ કોટાલ નામના માસ્ટર આઇડી દ્વારા જુગાર રમાડનાર આરોપી દેવાંગ મધ્ાુસુદનભાઇ ઠક્કરનું નામ તપાસમાં ખુલેલ. તેની પણ અટક કરી હતી. ચારેય આરોપી પાસેથી મોબાઇલ, લેપટોપ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં 19 આરોપીઓને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. તપાસનાં સ્થળ પરથી કુલ 481 જુદી જુદી બેંકોનાં બેન્ક એકાઉન્ટ પણ મળી આવ્યાં છે. કુલ રૂા.2,253 કરોડનું ટ્રાન્ફેક્શન મળી આવેલ તે બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરવામાં ઓવલ છે જેમાં રૂા.9 કરોડ 62 લાખ 33,149 ફ્રીજ કરેલ છે. ફ્રીઝ થયેલ બેન્ક એકાઉન્ટની માહિતી મેળવતા અન્ય કુલ 10,172 બેનીફીશયરી બેન્ક એકાઉન્ટની વિગતો મળી આવેલ છે તેની તપાસ ચાલુ છે તેમ ડીવાયએસપી કે.ડી.કામરીયાએ જણાવ્યું છે.