માધવસિંહ સોલંકીનો સૌથી વધુ સીટ જીતવાનો રેકોર્ડ મોદી તોડી શક્યા નહોતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે ૯૪ વર્ષની વયે નિધન થયું હતું. તેમનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૨૭ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ખામ થીયરી માટે જાણીતા માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે, જેને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી.

ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના ૭મા મુખ્યમંત્રી હતા. તેમણે ૧૮૨ બેઠકમાંથી ૧૪૯ બેઠક જીતી હતી. માધવસિંહ સોલંકી ૧૯૭૬માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ ૪ વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૧૯૮૫ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ૧૪૯ બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહૃાુ હતું. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી  કોઈ તોડી શક્યું નથી. તત્કાલીન પ્રધાનમંત્રીએ આ રેકોર્ડ તોડવા તમામ તાકાત લગાવી દીધી હતી, તેમ છતાં સફળ થયા નહોતા. માધવિંસહ સોલંકી દેશના વિદેશ મંત્રી અને આયોજન મંત્રી પણ બન્યા હતા.

પત્રકાર અને સાહિત્યના બેકગ્રાઉન્ડમાંથી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા.  તેઓ કેન્દ્રમાં વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે. માધવિંસહ સોલંકી ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી નજીક હતા.

 

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, ભરત સોલંકીને આશ્વાસન આપ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માધવ સિંહ સોલંકીને અંજલિ આપતાં કહૃાું હતું કેં ગુજરાતના રાજકારણમાં સોલંકીએ ખૂબ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. તેમના જવાથી એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો હતો. વડા પ્રધાને સોલંકીના પુત્ર ભરત સોલંકી સાથે ફોન પર વાત કરીને ભરતને આશ્વાસન આપ્યું હતું. ભરત સોલંકી પણ રાજકારણમાં સક્રિય છે.