માનવ મિશનમાં એક વર્ષનો વિલંબ થશે: કે.સીવન

કોરોના મહામારીની અસર ભારતના સૌ પ્રથમ માનવ મિશન ગગનયાન પર પણ થઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા ડો.કે.સિવને સોમવારે કહૃાું હતું કે હવે માનવ મિશનના લોચિંગમાં નિયત સમય કરતા એક વર્ષનો વિલંબ થશે. ગગનયાન મિશનનું લોચિંગ હવે આગામી વર્ષના અંત ભાગ સુધીમાં અથવા તેના એક વર્ષ બાદ થવાની શક્યતા છે. જોકે, આ અગાઉ બે માનવ રહિત સ્પેસક્રાટ મોકલવામાં આવશે.

ISOએ ૧લી ડિસેમ્બર,૨૦૨૧ સુધીમાં ગગનયાન મિશન મોકલવાની વાત કહી હતી. ત્યારે માનવ રહિત મિશન માટે ડિસેમ્બર ૨૦૨૦ અને જુલાઈ ૨૦૨૧નો સમય નક્કી કર્યો હતો. જોકે, હવે આ બન્ને મિશનના લોચિંગમાં વિલંબ થઈ શકે છે.

સિવને કહૃાું કે ISROએ ચંદ્રયાન-૩ મિશન પર પણ કામ શરૂ કરી દીધુ છે. તે માટે લેન્ડર અને રોવર તૈયાર કરવાનું કામ ચાલી રહૃાું છે. જોકે, હજુ આ મિશનની લોચિંગ તારીખ નક્કી કરવામાં આવી નથી. શુક્ર ગ્રહ પર મોકલવામાં આવનારા શુક્રયાન મિશનની તૈયારી ચાલી રહી છે, જોકે તે માટે ઉપયોગમાં લેવામાં આવતા પેલોડ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મિશન અંતર્ગત અંતરિક્ષ સાથે જોડાયેલા ૨૦ એક્સપેરિમેન્ટની યોજના છે.