મામાના ઘરે ઇદ ઉજવવા આવેલ ૩ વર્ષીય બાળક પર દીપડાનો હુમલો

અમરેલી,
અમરેલી જિલ્લાના જાફરાબાદ રેન્જમાં દીપડાએ ૩ વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત અનુસાર જાફરાબાદના શેત્રુજી પંથકમાં ૩ વર્ષીય બાળક નાવિદ જાવીદભાઈ સોરઠિયા બકરી ઈદ પર મામાનાં ઘરે આવ્યો હતો. નાવિદ રમી રહૃાો હતો ત્યારે દીપડાએ અચાનક પાછળથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારે દીપડાના ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. હાલ તો નાવિદને સારવાર માટે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વીરપુરમાં દીપડાએ વૃદ્ધ પર હુમલો કરતા વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વીરપુર ગામના ૬૫ વર્ષીય કાંતિભાઈ સુરેજા વાડીએ કામ કરતા હતા. દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો અને દીપડાએ કાંતિભાઈને ફાડી ખાધા હતા. જેમાં કાંતિભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કાંતિભાઈ એક નિવૃત શિક્ષક હતા.