મારા પ્રેમીએ મારો કચરાની જેમ ઉપયોગ કર્યો હતો: સંજય દત્તની દીકરી ત્રિશાલા

સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત પોતાના અંગત જીવન અંગે ચર્ચામાં રહેતી હોય છે. ત્રિશાલાએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં ’આસ્ક મી’ સેશન યોજ્યું હતું. આ સેશનમાં એક ફૅને ત્રિશાલાને સવાલ કર્યો હતો કે તેણે તેના સંબંધોમાં કોઈ ભૂલ કરી છે? આના પર ત્રિશાલાએ પોતાના ભૂતકાળના રિલેશનશિપ અંગે વાત કરી હતી અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. ત્રિશાલાએ કહૃાું હતું કે તેના પ્રેમીએ તેને કચરાની જેમ ટ્રીટ કરી હતી.

ત્રિશાલાએ કહૃાું હતું, ’તે વ્યક્તિને હું કેટલાંક વર્ષો પહેલાં ’ડેટિંગ’ કરતી હતી. મેં ’ડેટિંગ’ને ઈન્વર્ટેડમાં લખ્યું છે, કારણ કે હું વાસ્તવમાં મારી જાતને જ ડેટ કરતી હતી. તેણે તો ક્યારેય મને ડેટ કરી જ નહોતી, પરંતુ મેં તેને સાથે રહેવાનું કહૃાું હતું. મને આજે પણ મને બરોબર યાદ છે કે મેં તેને વિચારવા માટે અઠવાડિયાનો સમય આપ્યો હતો. વાહ.. મેં આત્મસન્માનને પાછળ મૂકી દીધું હતું, મારી જાત પ્રત્યે મને આદર નહોતો, ઝીરો બાઉન્ડ્રી હતી અને હું ક્યાંકને ક્યાંક મારી જાતને નફરત કરતી હતી.’