મારા માં બાપ કે ગામને નીચા જોણું થાય એવા કોઈ રોલ હું કરવા નથી માંગતી

સોફ્ટવેર ઈજનેર તરીકે મારી ખાસી ઈન્કમ છે પૈસો મારા માટે મહત્વનો નથી : પ્રિયંકા પટ્ટેલ આગામી સમયમાં કનડ મૂવીમાં અભિનયના ઓજસ પાથરશે

ધારી,સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના નાનકડા એવા ધારી ગામની ગજ્જુ અદાકારા અવનવા આલ્બમ અને મૂવીમાં ચમકી ગયેલી પ્રિયંકા પટ્ટેલ પોતાની ઘણી આકાંક્ષાઓને મુઠ્ઠીમાં બંધ કરી બોલીવુડમાં પોતાના નસીબ અજમાવવા સતત પ્રયત્નબદ્ધ છે ઘણી બધી સિરિયલોમાં ઓફરો છે પણ મૂવી કરવા મન બનાવી ચુકેલી પ્રિયંકા પટ્ટેલ આગામી સમયમાં કનડ મૂવીમાં અભિનયના ઓજસ પાથરવાની છે
સૌરાષ્ટ્રમાંથી કોઈ છોકરી બોલીવુડના દ્વારે પહોંચી ઘંટારવ કરતી હોય એ ખરેખર ગૌરવની બાબત છે એમાય વળી અમરેલીના જ ધારી જેવા નાનકડા ગામમાંથી આવતી શિક્ષક માતા પિતાની પુત્રી હોય એ ખરેખર ખૂબ જ સારી બાબત છે પોતાના દમ પર કામયાબી સર કરવા કમર કસી પોઝીટીવ અભિગમ સાથે અથાગ પરિશ્રમ ખેડી રહેલી ધારીની ગૌરવવંત અદાકારા પ્રિયંકા પટ્ટેલ કહે છે કે મારા માં બાપ કે મારા ગામને નીચા જોણું થાય એવા કોઈ રોલ હું કરવા નથી માંગતી, સોફ્ટવેર ઈજનેર તરીકે મારી ખાસી ઈન્કમ છે પૈસો મારા માટે મહત્વનો નથી. આઈ. ટી ઈજનેર પ્રિયંકા પટ્ટેલ જામનગર રહે છે અને બ્રિટનની કાું માં સોફ્ટવેર ઈજનેર તરીકે લાખ રૂપિયાનો પગાર મેળવે છે
નિખાલસ ગજ્જુ અદાકારા પ્રિયંકા પટ્ટેલ કહે છે સ્ક્રીનવાળી લાઈન ખૂબ જ અઘરી છે એમાં સૌરાષ્ટ્ર વાળાનો તો કોઈ ક્લાસ જ નથી કારણ કે આપણને ગામડાના સમજે છે એવી માન્યતાઓ પ્રવર્તે છે કે સૌરાષ્ટ્રીયન લોકો ગામઠી ભાષા સમજે એને અને અભિનયને બાર ગાવનું છેટુ એમાંય જો ખબર પડે કે આ સૌરાષ્ટ્રના છે એટલે કોઈ બાવડુ પકડવા વાળો પણ ન મળે તેમ છતાં મનથી ડગયા વગર મને પહેલો બ્રેકથ્રુ મળ્યો નાટક ક્ષેત્રે જામનગરમાં જ 25 વર્ષ જૂની નાટક કાું છે “વિરલ રાજ” જેમનું સારું એવું નામ છે એમનો મારે કોન્ટેક્ટ થયો કારણ કે એક્ટિંગ ફિલ્ડમાં ઘુસવા માટે તમારે નાટકોથી શરૂઆત કરવી પડે પછી મેં વિરલ નાટક સાથે કામ શરૂ કર્યુ અને મને બેક સ્ટેજ રોલ મળ્યો બેક સ્ટેજ એટલે વ્યવસ્થા સાચવવાની કલાકારોને મેકઅપ કરી દેવા જેવા કામને બેક સ્ટેજ કહેવાય
પ્રથમ નાટક એવી રીતે કર્યુ બીજા નાટકમાં મને એક ડાયલોગનો રોલ મળ્યો ત્રીજા નાટકમાં મને 10 15 મિનિટનો રોલ આપ્યો ચોથા નાટકમાં હું સેકન્ડ લીડ કરતી હતી પાંચમાં નાટકમાં હું લીડ કરતી હતી છઠ્ઠા નાટકમાં મને એક પાત્ર મળ્યું આવી રીતે મેં બવ બધા નાટકો કર્યા જેને એવોર્ડ પણ મળ્યા છે એમાંથી મારું ઓડિયન્સ ક્રિએટ થયું લોકો મને ઓળખતા થયા મને ખબર પડવા માંડી કે હવે અહીંથી કયાં જવાનું પિક્ચરમાં કઈ રીતે જવાય કોણ કોણ કાસ્ટિંગ ડિરેક્ટર હોય પછી મેં શોર્ટ ફિલ્મ કરવાની શરૂ કરી પાંચ સાત મિનિટની વાર્તાઓ હોય એને શોર્ટ ફિલ્મ કહેવાય એ મેં ફ્રી શરૂ કરી પૈસા ન લેવાય એટલે આપણને પણ ખબર પડે કે આપણને કેટલું આવડે છે કોઈને મારી પ્રોફાઈલ મોકલવી હોય તો મહત્વપૂર્ણ નિવડે આવી મેં છ સાત શોર્ટ ફિલ્મ કરી
પછી મેં એક એવી શોર્ટ ફિલ્મ કરી ઈન્ડિયામાં એક ઘટના બની હતી જેમાં એક સ્ત્રીને પાંચમાં મહિને પ્રસુતિ થઈ ગઈ અને બે બાળકોને જન્મ આપ્યો જેના બન્ને બાળકો જીવી ગયા ગવર્નમેન્ટની સુચના હતી કે આ સમગ્ર ઘટના પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવી જેમાં મેં એ મહિલાનો રોલ કર્યો હતો ત્યારબાદ ગણપત યુનિવર્સિટી માટે એક એડ કરી ત્યાર પછી ઘણા બધા પિક્ચરો માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ મને સૌરાષ્ટ્રની સમજી કોઈ ચાન્સ ન આપતું એવી માન્યતાઓ પ્રવર્તતી કે આને બોલતા નહીં આવડતું હોય આનો ટોન કાઠિયાવાડી હશે અમદાવાદી બોલતા નથી આવડતું મારા ઓડિશન લીધા પહેલાં જ એ લોકો નક્કી જ કરી લે કે આ સૌરાષ્ટ્રની છે એટલે ગામડાની છે એટલે આને કાંઈ જ ન આવડે આવું બહુ હતું બધાને અને આજે પણ આવી જ માનસિકતા સૌરાષ્ટ્ર વાળા પ્રત્યે છે છતાં હું સામા પ્રવાહે ચાલી આગળ નીકળી કે સો માણસો જાણે સામો ધક્કો મારવા વાળા હોય જેને ચીરીને હું આગળ એક મુકામ સુધી દ્રઢમનોબળથી પાંગરી પણ શકી
ત્યાર બાદ મેં નરેન્દ્ર મોદી કોન્સેપ્ટ પર એડ કરી સૌરાષ્ટ્રના ઉપલેટાના ચંદ્રેશ ભટ્ટ સાથે મેં મારી પહેલી ગુજરાતી મૂવી કરી જેમાં મને મુખ્ય અદાકારા સાથે બિઝનેસ પાર્ટનર વાળો રોલ મળ્યો 60% ફિલ્મમાં હું દેખાવ છું ત્યાર પછી મારું સારું એવું નામ બન્યું કે આ છોકરી કાઠિયાવાડી છે પણ સાવ દેશી નથી જેની પાસે સારી સ્પીચ અને અભિનય શક્તિ છે ત્યાર બાદ વડોદરા કલર્સમાંથી ઘણી બધી ઓફરો મળી પણ હું ગુજરાતી સિરિયલો કરવા નથી માંગતી મારે હિન્દી ઈન્ડસ્ટ્રીઝમાં જ વધુ કામ કરવું છે કારણ કે ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝમાં પોલિટિક્સ ખૂબ છે ત્યાર બાદ હિન્દી મૂવી “રશ્મિ રોકેટ” માટે ઓડિશન આવ્યું જે મેં કર્યું 2020માં અને મારું ઓડિશન થયું જે છેક 2021માં મારું સિલેક્શન થયું અને સાંજે 6:00 વાગે મને ફોન આવ્યો આવતીકાલે ભુજમાં શુટીંગ માટે આવી જવ બે કલાકમાં હું બધી તૈયારી કરી રાતની 10:00ની બસમાં નિકળી ગઈ હું ભુજ ત્યાં ટાપસી પન્નુ, સુપ્રિયા પાઠક, ચિરાગ વ્હોરા સહિત બોલીવુડના નામી કલાકારો સાથે મેં શુટીંગ કર્યુ આ બધા સાથે મારા સારા એવા સિન છે ત્યાર બાદ કોરોનાને લઈ છ મહિનાનો બ્રેક આવ્યો અને ત્યારબાદ કીર્તિદાન ગઢવી દ્વારા ગાયેલ “વિજોગણ વેણુ વગાડે” સોંગ માટે ઓફર આવી જે મેં સ્વિકારી અને સોંગ પિક્ચરાઈઝ કર્યુ
મેં બહુ બધા ઓડિશન આપ્યા છે હવે મને ગુજરાતી કરતા હિન્દીમાંથી બહુ બધી ઓફરો આવે છે મેં ચારેક સિરિયલો માટે એક કનડ પિક્ચર માટે ઓડિશન આપ્યું છે લોકડાઉનના કારણે મોટાભાગના બધા શુટીંગો અટવાયેલા પડ્યા છે કનડ ફિલ્મની મને ઓફર આવી છે એમાં મારું સિલેક્શન પણ થઈ ગયું છે હવે એ લોકો મને સ્ક્રીપ્ટ મોકલાવશે અને મારે પણ કનડ લેંગ્વેજ શીખવી પડશે જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરનો હું રોલ કરીશ મારે આ ઈન્ડસ્ટ્રીઝમાં એવો એક ગોલ પસંદ કરવો છે કે સૌરાષ્ટ્રમાંથી ગામડામાંથી પણ આવતા લોકો પણ આગળ નીકળી શકે છે તે પણ પોતાનું ટેલેન્ટ પુરવાર કરી શકે છે ઘણાં યંગ એવા છે જે આ ગોલ્ડ સ્ક્રીન માટે પોતાના ગોલથી ભટકી જાય છે તો એવું ન કરો પહેલાં તમારો નિશ્ચિત ટાર્ગેટ પસંદ કરો કઈક મુકામ હાંસલ કરો અને પછી આ સ્ક્રીન લાઈન ક્લિયર કરો.