મારા માટે પ્રમુખસ્વામી મહારાજ પિતાતુલ્ય છે : વડાપ્રધાન મોદી

સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દિ મહોત્સવ નિમિતે

સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દિ મહોત્સવ, એટલે કે, ૧૪ ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થયો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે એસપી રિંગ રોડના કિનારે ૬૦૦ એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દિ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજ અડધો કિલો મીટર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામીનગરમાં સભા સંબોધતી હતી અને જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ મારા માટે પિતાતુલ્ય, અહીં ભારતનો દરેક રંગ દૃેખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, મારૂ સૌભાગ્ય છે કે, મને આ ઐતિહાસિક કાર્યક્રમનો સાથી, સહભાગી અને સત્સંગી બનવાનો મોકો મળ્યો છે. મેં જેટલો સમય અહીં વિતાવ્યો એટલો સમય મને દિવ્યતાની અનુભૂતી થઈ છે. અહીં સૌ કોઈ માટે વિરાસત ધરોહર પ્રકૃતિને પરિસરમાં આવરી લેવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ મારા માટે પિતાતુલ્ય છે. અહીં ભારતના દરેક રંગ દૃેખાય છે. આવનારી પેઢીને આ આયોજન પ્રેરણા આપશે. દૃુનિયાભરમાંથી લોકો મારા પિતાતુલ્ય પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહૃાા છે. આ નગરમાં વસુધૈય કુટુમ્બકમની ભાવના જોવા મળી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવની ઉજવણી ડિસેમ્બર-૨૦૨૧માં જ કરવાની હતી, પરંતુ કોરોનાના કારણે તારીખ લંબાવીને હવે ૧૪ ડિસેમ્બર-૨૦૨૨થી ૧૫ જાન્યુઆરી-૨૦૨૩ સુધી ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવ ભલે ૧૪ ડિસેમ્બર-૨૦૨૨થી જાન્યુઆરી-૨૦૨૩ સુધી યોજાવાનો હોય, પણ એની તૈયારીઓ છેલ્લાં બે વર્ષથી, એટલે કે ૨૦૨૦થી ચાલી રહી હતી. મહોત્સવ યોજવા માટે જમીન આપવા માટે ખેડૂતો, વેપારીઓએ ૨૦૨૦માં જ કમિટમેન્ટ આપી દીધા હતા. આ જમીન અંગેના ડ્રાટ આજથી થોડાં સમય પહેલાં જ થયાં છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં જ ૨૦૨૨થી આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.