મારી પત્ની ખૂબ જ બુદ્ધિશાળી, સરકાર સાથેના મુદ્દે વાતચીત અને ચર્ચા કરું છું: ઇમરાન ખાન

પાકિસ્તાનની પ્રથમ મહિલા બુશરા બેગમ ઈમરાન ખાન સાથે લગ્ન બાદ દૃુનિયા આખી માતે એક કોયડો બન્યા છે. હવે નિકાહના લાંબા સમય બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝીએ પોતાની રહસ્યમય પત્ની સાથે પોતાના સંબંધોને લઈને અનેક ખુલાસા કર્યા છે.
ઈમરાન ખાને કહૃાું હતું કે, તેમની પત્ની ખુબ જ બુદ્ધીશાળી છે. તે સરકાર સાથે સંકળાયેલા દરેક મુદ્દે પોતાની પત્ની સાથે વાતચીત અને ચર્ચા કરે છે. ઉલ્લેખનીય છે કે, બુશરા બેગમ કાળા જાદૃુ કરતા હોવાના આરોપો પણ લાગી ચુક્યા છે.
ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બુશરા બીબી પર પડદા પાછળ રહીને સરકાર ચલાવવાનો આરોપ લાગી રહૃાાં છે. બુશરા બીબી પર જાદૃૂ ટોણા કરવાના પણ આરોપ લાગેલા છે. ઈમરાન ખાને જર્મનીની પત્રિકા ડેર સ્પીગલને આપેલા ઈન્ટરવ્યુમાં કહૃાું હતું કે, હું મારી પત્ની સાથે દરેક મુદ્દે ચર્ચા કરૂ છું. તેમાં સમસ્યાઓ પણ શામેલ છે જેનો હું સરકાર ચલાવતી વખતે અને જટિલ પરિસ્થિતિઓનો સામનો કરૂ છું.
ઈમરાન ખાને કહૃાું હતું કે, પોતાની પત્ની સાથે દરેક મુદ્દે વાતચીત ના કરનાર વ્યક્તિ મૂર્ખ હોય છે. બુશરા બીબી મારી જીવનસાથી છે. તે મારી હમસફર છે. તેમના વગર મારી જીંદગી સરળ નહીં હોય. ઈમરાન ખાને સરકાર સફળતાપૂર્વક ચલાવવા માટેનો તમામ શ્રેય બુશરા બીબીને આપ્યો હતો. આખા ઈન્ટરવ્યુ દરમિયાન ઈમરાન ખાને અનેકવાર બુશરા બીબીની બુદ્ધિમતાના વખાણ કર્યા હતાં.