માર્કેટયાર્ડોમાં ખેત પેદાશોમાં ભાવો ઘટતા ચિંતા વ્યાપી

સાવરકુંડલા,
ખેડૂતો પર જાણે આફત આવી હોય તેમ એક તરફથી માવઠાનું જોખમ તોળાઇ રહ્યું છે અને એપીએમસી ની જાહેર હરરાજીમાં ખેડૂતોને કપાસનાં મળતા ભાવોમાં ઘટાડો થતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે સાવરકુંડલા, અમરેલી એપીએમસીમાં કપાસના ભાવો ગગડતા સાવરકુંડલા એપીએમસીમાં 5,000 થી લઈને 10,000 મણ સુધીની કપાસની મબલખ આવકો એપીએમસીમાં જોવા મળતી હતી અને ખેડૂતોને 2000 થી લઈને 2100 સુધીના કપાસના પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળતી હતી. કપાસના ભાવો ગગડતા હાલ 3,500 મણ જેવી જ કપાસની આવક એપીએમસી ની જાહેર હરરાજીમાં થઈ રહી છે જ્યારે કપાસના ભાવો પણ 1500 થી લઈને 1700 સુધીના જ મળતા ખેડૂતોની કાળી મહેનતની મજૂરીને પુરો ભાવ મળે