માર્ચના અંત સુધી મંગળ અને રાહુ ખુબ જ નજીક રહેશે જેથી કેઇસ વધતા જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાનહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.

મંગળ-રાહુ યુતિની હાલની અસરને સમજવા માટે મંગળના વૃષભ પ્રવેશની તારીખ યાદ કરીએ. તા.22 ફેબ્રુઆરીના રોજ મંગળ મહારાજ વૃષભ રાશિમાં પ્રવેશ્યા હતા અને રાહુ સાથે તેમની યુતિ શરુ થઇ હતી. ભારતમાં મહામારી ના દરરોજના કેઇસનો ગ્રાફ તપાસીએ તો 22 ફેબ્રુઆરી પહેલા તે આંકડો દશ હજારની આસપાસ રહેતો હતો જયારે મંગળ રાહુ યુતિ 22 ફેબ્રુઆરી એ શરુ થયા બાદ તેમાં ઉછાળો આવ્યો અને ત્યારબાદ ધીમે ધીમે આ આંકડો પચીસ હજારને પણ પર કરી ગયો ઘણા લાંબા સમયથી સ્થિર ચાલતા આંકડામાં આ યુતિએ વધારો કર્યો છે તે જોઈ શકાય છે હજુ આગામી માર્ચના અંત સુધી મંગળ અને રાહુ અંશાત્મક રીતે ખુબ જ નજીક રહેશે જેથી કેઈસીસ વધતા જોવા મળશે પરંતુ એપ્રિલની શરૂઆત થી યુતિ ધીમે ધીમે અંશાત્મક રીતે દૂર થતી જોવા મળશે અને 14 એપ્રિલના રોજ મંગળ મહારાજ મિથુનમાં પ્રવેશ કરતા કેઈસીસ માં રાહત થતી જોવા મળશે. સટીક અભ્યાસ માટે મંગળ અને રાહુના અંશ અને તેની નજદીકીને સમજવાથી સમગ્ર બાબત સ્પષ્ટ થતી જોવા મળશે.