માસ્ક પહેરીને રણબીર કપૂરે સાઈકલ રાઈડની મજા માણી

 • રણબીરને ઓળખી પણ ન શક્યા ફેન્સ
 • એક્ટ્રેસિસ જોિંગગ કરતા તેમજ ખરીદી કરતાં જોવા મળે છે તો હવે રણબીર પણ સાઈકલ લઈ બહાર ક્લિક થયો
  દૃેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહૃાો છે પરંતુ અનલોકમાં મળેલી છૂટ પછી ધીમે ધીમે બોલિવુડની ચમક પણ પાટા પર આવી રહી છે. બોલિવુડ સેલેબ્સ પોતાના પર્સનલ કામ માટે તેમજ શૂિંટગ માટે હવે ઘરની બહાર નીકળી રહૃાાં છે. એક્ટ્રેસિસ જોગીગ કરતા તેમજ ખરીદી કરતાં જોવા મળી છે તો હવે રણબીર કપૂર પણ બહાર ક્લિક થયો છે. રણબીર માસ્ક સાથે સાઈકિંલગ કરતા ક્લિક થયો હતો.
  આ તસવીરમાં તમે જોઈ શકો છો કે રણબીર કપૂર કોરોના કાળમાં ખૂબ જ સાવધાની સાથે માસ્ક પહેરેલો જોવા મળે છે. તેણે પોતાના ચહેરાને સમગ્ર કવર કરેલો છે.
  રણબીર કપૂર બ્લૂ ટીશર્ટ, બ્લેક લોઅર પહેરેલો જોવા મળ્યો હતો. જોકે, તેણે ચહેરા પર માસ્ક લગાવેલું હોવાથી તેને ઓળખવો પણ મુશ્કેલ હતો. કદાચ ભરબજારમાં સાઈકલ લઈને એટલે જ નીકળી તો પડ્યો પણ તેને કોઈ ઓળખી શક્યું નહોતું.
  નોંધનીય છે કે લોકડાઉનનો સમય સમગ્ર બોલિવુડ સેલેબ્સે ઘર અને પરિવાર સાથે જ પસાર કર્યો હતો. કેટલાક બોલિવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરીને ફેન્સને ડે ટૂ ડેની અપડેટ પણ આપતા હતાં. હવે લોકડાઉન પછી આ રીતે રણબીર કપૂર પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો છે.
  શહેરમાં હવે કોરોના મહામારી અને લોકડાઉનના નિયમો હળવા કરાતા રણબીર કપૂર જાહેરમાં જોવા મળ્યો હતો.
  રણબીર આમ તો ફિટનેસ ફ્રિક છે પરંતુ આવી રીતે જાહેરમાં પહેલીવાર સાઈકલ ચલાવતા જોવા મળ્યો છે. રણબીર અને આલિયાની ફ્રેન્ડશિપ પણ બી ટાઉનમાં ચર્ચાનો વિષય બની હતી. આ ક્યૂટ જોડી ‘બ્રહ્માસ્ત્રમાં દર્શકોનું મનોરંજન કરવા માટે એકસાથે આવવાની છે.