માસ્ક વગરના મુસાફરોને બેસાડનાર વાહનચાલકો દંડાશે

અનલોકનાં તબક્કામાં રાજ્યમાં ફરીથી આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ છે. પણ આ સાથે જ અમુક લોકો માસ્કનાં નિયમોનું પાલન કરી રહૃાા નથી. હાઈકોર્ટના આદૃેશ બાદ સરકારે માસ્ક ન પહેરવાનો દંડ ૧૦૦૦ રૂપિયા કરી દીધો છે. તેમ છતાં રિક્ષા જેવા વાહનોમાં મુસાફરી કરતાં અને શોપિંગ મોલ્સમાં માસ્ક વગર વ્યક્તિઓ જોવા મળી રહૃાા છે. જેને લઈ હવે ગુજરાત સરકારે આકરું વલણ અપનાવ્યું છે. ગુજરાત સરકારે એક નોટિફિકેશ બહાર પાડીને હાઈકોર્ટનાં અવલોકન જણાવ્યું છે કે, રાજ્યમાં ખાનગી તેમજ સરકારી વાહનોમાં ખાસ કરીને રીક્ષાચાલકો દ્વારા અને મુસાફરો દ્વારા માસ્ક ન પહેરવાનું ધ્યાને આવેલ છે.
આ સંજોગોમાં રિક્ષાચાલકો, ટેક્સી, કેબ ડ્રાઈવર, સરકારી/ખાનગી વાહનચાલક અને મુસાફરો તમામે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. જો કોઈ વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતાં મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહનચાલક તથા મુસાફરો બંને પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત શોપિંગ મોલ્સને લઈ સરકારે કહૃાું કે, મોલ અને સ્ટોર્સમાં શોપિંગનું પ્રમાણ વધી ગયું છે. આ મોલ તથા સ્ટોર્સ એરકંડિશન હોય છે. અને મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી માટે આવતાં હોય છે. જેને કારણે કોરોનાનું સંક્રમણ વધી જવાની શક્યતાઓ વધી જાય છે.
હાઈકોર્ટના નિર્દૃેશ મુજબ શોપિંગ મોલ તથા સ્ટોર્સમાં પ્રવેશ કરતાં તમામ ગ્રાહકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. અને આ માટે મોલ કે સ્ટોરના મેનેજરે તકેદારી લેવાની રહેશે. અને માસ્ક વગર પકડાશે તો વ્યક્તિ અને મેનેજર પાસેથી દંડ વસૂલવાની સાથે કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરાશે.