માસ્ક વગર ફરતા લોકોને હવે ઝાડુ મારવુ પડશે-બેનર પકડીને ઉભા રહેવુ પડશે

ગાંધીનગર,
કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે સજાની વિચારણા થઇ રહી છે. રાજ્યમાં માસ્ક વગર ફરતા લોકોને ૧ હજાર રૂપિયાના દૃંડની જોગવાઇ છે. તેમ છતા પણ અનેક લોકો માસ્ક વગર જ ફરતા જોવા મળે છે અને કોરોનાને આમંત્રણ આપી રહૃાા છે. રાજ્ય સરકાર હવે માસ્ક વગર ફરતા લોકો માટે અનોખી સજાની વિચારણા કરી રહી છે.
માસ્ક વગર ઝડપાયા તો ૧ હજારના દૃંડ ઉપરાંત આખો દિવસ ‘માસ્ક જરૂર પહેરોના બેનર લઇને જાહેર રસ્તા તેમજ જાહેર સ્થળો પર ઉભા રહેવુ પડી શકે છે. જો એક જ વ્યક્તિ બીજી વખત માસ્ક વગર ઝડપાયો તો તેણે જાહેર સ્થળે સાફ સફાઇની કામગીરી કરવી પડી શકે છે.
ગુજરાત સરકારને હાઇકોર્ટે માસ્ક ના પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દી ઓની સેવા કરવાના સજા કરવાનો હુકમ કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે લોકો માસ્ક ફરજિયાત પહેરતા થાય તે માટેના અસરકારક ઉપાયો માંગ્યા હતા. માસ્ક ના પહેરનારા લોકોને કરી શકાય તેવી હળવી સજાની જોગવાઇઓની યાદૃી આરોગ્ય વિભાગે તૈયાર કરી છે.