અમરેલી,
અમરેલી જિલ્લામાં બે ફામ દોડતા વાહનોના કારણે અકસ્માતની ઘટના વધી રહી છે આજે જાફરાબાદ તાલુકામાં આવેલ મીતીયાળા લુણસાપુર વચ્ચે આવેલ હાઇવે ઉપર ગોજારો અકસ્માત સર્જાયો છે અહીં કાર ચાલક જાફરાબાદ તરફથી આવી રહ્યો હતો અને ટ્રક ચાલક જાફરાબાદ તરફ જય રહ્યો હતી ત્યારે ધડાકા સાથે અકસ્માત સર્જાયો આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી ગયા અહીં બંને વાહનો ઢસડાયને ખેતરો સુધી પોહચીયા કારમાં બે લોકો મહીપત સિંહ ગોહિલ પિતા અને ધર્મરાજ સિંહ ગોહિલ પુત્ર સવાર હતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું બંને મૃતકો ચૂંદાય ગયા હતા મહામુસીબતે બહાર કઢાયા હતા અને લોહીયાણ હાલતમાં મૃતકોની બોડી જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે ઘટનાની જાણ થતાં જાફરાબાદ પોલીસ પણ દોડી ગઈ છે અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ તપાસો શરૂ કરી છે કેમ કે રોડ નીચે વાહનો ઉતરી ગયા હોવાને કારણે પોલીસ પણ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે ગંભીર અકસ્માતના કારણે આસપાસના લોકોમાં પણ શોકનો માહોલ સર્જાયો.