મિતીયાળા ગીર જંગલમાં મોમાઈ મંદીર જતા શ્રધ્ધાળુઓ સાથે વન વિભાગનું ગેરવર્તન

  • વન વિભાગ દ્વારા ગેરવર્તન કરી દર્શન બંધ કરાવાતા હોબાળો

ખાંભા,
વનતંત્રનાં સ્વરૂપમાં મહમદ્દ ગજની શ્રધ્ધાળુુઓ સામે આવી અને તેના ધર્મકાર્યમાં અને દર્શનમાં વિઘ્ન નાખી રહ્યાં હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે. જુના જમાનામાં હિંદુ ધર્મસ્થાનો ઉપર વિધર્મી આક્રમણકારો હુમલા કરતા, વેરા વસુલતા અને શ્રધ્ધાળુુને હેરાન કરતા. આ કામ અત્યારે વન વિભાગે સંભાળ્યું હોય તેમ ધારી ગીર પૂર્વમાં જંગલ અને ગીર વિસ્તારમાં આસ્થારૂપી ધાર્મિક સ્થળો આવેલા છે જેમાં કનકાઈ માતાજી મંદિર , હનુમાનગાળા , સાખની ખોડિયાર , તુલસીશ્યામ ધામ , મિતીયાળા અભ્યારણ માં મોમાઈ માતાજીનું મંદિર જેવા સુપ્રસિધ્ધ ધર્મસ્થાનો આવેલા હોય છે ત્યારે ખાંભા નજીક મિતિયાળા અભ્યારણ નીચેના ગીર જંગલમાં આવેલ સુપ્રસિદ્ધ મોમાઈ માતાજીના દર્શનાથ પગપાળા જતા દર્શનાથીને વન વિભાગે રસ્તામાં રોકીજંગલમાં રોકીને ગેરવર્તન કરી મંદિરે જવાનીના પાડવામાં આવી છે . તેની સામે રોષ ભભુકી રહ્યો છે.