મિથુન રાશિને જાહેરજીવનમાં સારું રહે

તા.૧૭.૧૨.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૯ માગશર વદ નોમ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર, આયુષ્ય  યોગ, તૈતિલ   કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) રહેશે .

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
કર્ક (ડ,હ)       : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ એક પછી એક લઠ્ઠાકાંડ જેવી ઘટના સામે આવતી જાય છે વળી કેટલાક પ્રાંતમાં ડ્રગ્સનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે બીજી તરફ પીએમ શ્રી નરેન્દ્ર મોદી પર પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને આ પ્રકારની ભાષા માહોલ વધુ બગાડી શકે છે તે ના સમજી શકે એટલું પાકિસ્તાન અણસમજુ નથી પરંતુ આગામી સમયની ભનક તેને દેખાઈ રહી હોય તેવું લાગે છે. સૂર્ય મહારાજ ધન રાશિમાં પહોંચી ચુક્યા છે જેની અસર વિષે જોઈએ તો મેષ રાશિને અધ્યાત્મમાં આગળ વધારી કાર્યસિદ્ધિ આપી શકે તો વૃષભ રાશિને આ ભ્રમણ મધ્યમ રહેશે જયારે મિથુન રાશિને જાહેરજીવનમાં સારું રહેશે તો કર્કને તબિયત સંભાળવી  પડશે. સિંહ રાશિ માટે આ ભ્રમણ યશ પ્રતિષ્ઠા અપાવનારું છે તો કન્યા રાશિ માટે જમીન મકાન સુખ આપનારું અને તુલા માટે નવા કાર્યમાં સફળતાનું બની રહેશે. વૃશ્ચિક રાશિએ આવક જાવક નો હિસાબ કરવો પડશે જયારે ધન રાશિને વ્યક્તિત્વમાં સારા ફેરફાર જોવા મળશે અને મકર રાશિને ખર્ચ પર અંકુશ રાખવો પડશે તો કુંભ રાશિને લાભદાયક રહેશે જયારે મીનના મિત્રોને કાર્ય પ્રકારમાં ફેરફાર થતો જોવા મળશે.