મિનિ લોકડાઉનની અફવા: મોલ-કરિયાણાની દુકાનોમાં લાગી લાંબી લાઇનો

કોરોનાની વકરતી જતી સ્થિતિને પગલે મીની લોકડાઉન આવી શકે તેવી ચર્ચાને પગલે લોકોએ કરીયાણાની ખરીદી માટે મોલ અને દુકાન તરફ દોટ લગાવતા લાંબી લાંબી લાઇનો લાગી છે. જોકે ગ્રાહકોની ભીડને જોતા ઘણાં દુકાનદારોને સામાજિક અંતર જાળવવું પણ અઘરૂ બની રહૃાું છે.

મહાનગર પાલિકાના ચૂંટણીના પ્રસાર વચ્ચે કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહૃાા છે. ત્યારે બેકાબુ બની રહેલી કોરોનાની સ્થિતિને પગલે ગમે ત્યારે મીની લોકડાઉન આવી શકે તેવી ચર્ચાએ જોર મચાવ્યું છે. આથી લોકો ખરીદી કરવા નિકળતા ઠેર ઠેર ભીડ અને લાંબી લાઇનો જોવા મળી રહી છે. જોકે ગત વર્ષે લોકડાઉનમાં કરીયાણાની, દવાની દુકાનો ચાલુ રખાઈ હતી. તેમ છતાં લોકોમાં મીની લોકડાઉનની ચાલતી ચર્ચાએ વેગ પકડ્યું છે. આથી નગરના મોલમાં લોકોની ખરીદીની ભીડ ઉમટી પડી છે. જેને પરિણામે મોલના સંચાલકો દ્વારા ગ્રાહકોને નિયત કરેલા અંતર સાથે લાઇનમાં ઊભા રાખેલા નજરે પડે છે. જ્યારે અમુક મોલમાં ગ્રાહકોને ટોકન આપી દેવાઈ છે.

ટોકનનો નંબર મુજબ ખરીદી કરવા આવેલાઓને મોલમાં પ્રવેશ અપાઈ રહૃાો છે. જોકે મીની લોકડાઉનની અફવાના કારણે શાકમાર્કેટમાં રોજ કરતા વધારે ગ્રાહકોની ભીડ પણ જોવા મળતી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. મીની લોકડાઉનની અસરને પગલે લોકોની ખરીદી કરવાની લાલશાએ સામાજિક અંતર જાળવવાનું ભૂલીને કોરોનાને વધુ વેગ આપી રહૃાા હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા. વર્તમાન સ્થિતિમાં લોકોની જાગૃત્તિ જ કોરોનાની ચેન તોડી શકાશે.